For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ સહિત 9 જિલ્લામાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

03:50 PM Oct 14, 2024 IST | admin
રાજકોટ સહિત 9 જિલ્લામાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

અરબી સમુદ્રની સિસ્ટમ લોપ્રેશરમાં ક્ધવર્ટ થતા ગાજવીજ સાથે વરસાદ આવશે

Advertisement

ગુજરાતમાં હાલ ચોમાસાની વિદાય થઈ રહી છે. ત્યારે અરબી સમુદ્રની સિસ્ટમને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, અરબી સમુદ્રની મધ્યમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય છે જે ડિપ્રેશનની સ્થિતિમાં છે. આગામી 24 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડીને વેલમાર્ક લો પ્રેશરમાં બદલાવવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

Advertisement

એ. કે. દાસના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર રિજનના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત રિજનમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

આ સાથે તેમણે જણાવ્યું છે કે, આગામી બે દિવસ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.આ સાથે તેમણે જણાવ્યું છે કે, આવતીકાલથી સિસ્ટમ નબળી પડતા વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. ગુજરાતના નવસારી સુધી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. નવસારીની નીચેના વિસ્તારોમાં હજી ચોમાસું સક્રિય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement