દ્વારકામાં ભારે વરસાદથી પાણી ભરાયા
11:43 AM Jul 02, 2024 IST | Bhumika
Advertisement
હવામાન વિભાગે દ્વારકા જિલ્લાના રેડ એલર્ટ આપતા દ્વારકામાં ગઈકાલે ચાર ઇંચ વરસાદ બાદ આજે સોમવારના વેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સાંજે છ વાગ્યા સુધીમાં દ્વારકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા દ્વારકાના ભદ્રકાળી ચોક રેલવે સ્ટેશન રોડ આવળપાડો સહિત અનેક વિસ્તારોમાં ગોઠણ ડુમ પાણી ભરાતા લોકો હેરાન થયા હતા. મુખ્ય ચોક કહેવાતો ભદ્રકાલી ચોકમાં પાણી ભરાતા અનેક રેસ્ટોરન્ટ તેમજ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા નગરપાલિકા તંત્રની કામગીરીની પોલ છત્તી થઈ હતી દ્વારકામાં ભારે પવન સાથે અરબી સમુદ્રમાં કરંટ હોવાથી ઘાટ ઉપર મોટા મોજા ઉછળ્યા હતા. (તસ્વીર: અશોક ભાતેલીયા)
Advertisement
Advertisement