રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભારે કરી, ઘરમાં પડેલી કારનો ભરૂડીમાં ટોલટેક્સ કપાયો

03:51 PM Aug 03, 2024 IST | admin
Advertisement

હવે, 45 દિવસે પૈસા પરત મળવાની ભરૂડી ટોલનાકાના માણસોની ખાતરી

Advertisement

ગમે ત્યારે, ગમે તે વાહનનો ટોલટેક્સ વસુલવાનું કારસ્તાન તો નથી ચાલતું ને? જાગૃતોનો સવાલ

રાજકોટ નજીકનાં વાવડી ગામે રહેતા એક યુવાનની કાર ઘરે પડી હોવા છતાં ટોલટેક્ષ કપાયો હોવાનો મેસેજ મળતાં યુવાને અચરજ સાથે અન્યોને જાગૃત કરવા કવાયત આદરી છે.

બનાવ બાબતે મળતી વિગત મુજબ શહેરનાં વાવડી (તપોવન)માં રહેતા અને જોબ કરતાં જીતેશભાઇ ભાદાણીના મોબાઇલમાં પોતાની જીજે03 એમ.એલ.5960 નંબરની કારનો રૂા.45 ટોલટેક્ષ કપાયો હોવાનો એક મેસેજ ગઇકાલે સાંજે 4:46 વાગ્યે આવ્યો હતો.

આવો ટોલ કપાયાનો મેસેજ મળતા જીતેશભાઇ અચરજ પામ્યા હતા અને કયાં તપાસ કરવી તે અંગેની વિગતો મેળવતા પ્રાથમિક વિગતો મળી હતી કે ભરૂડી ટોલનાકા પરથી ટેક્ષ પોતાના ફાસ્ટટેગમાંથી 45 રૂપિયા કપાયા હોવાનું જાણવા મળ્યું હતું.

બનાવ અંગે જીતેશભાઇ ભાદાણીએ ‘ગુજરાત મિરર’ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની ઉપરોકત નંબરની કારને છેલ્લા 12 દિવસથી ઘરેથી અન્યત્ર કયાંય લઇ ગયા નથી. મતલફ કે સેલ્ફ પણ માર્યો નથી છતાં ટોલટેક્ષ કપાયાનો મેસેજ મળતા આ વાતને ગંભીરતાથી લઇને સંબંધિતોને રજૂઆત કરાઇ છે.

જીતેશભાઇનું કહેવું છે કે ટોલટેક્ષનાં કપાયેલા રૂા.45 નજીવી રકમ છે. પણ આવી રીતે અનેક વાહનચાલકોના ટેક્ષ નહીં કપાયા હોય તેની શું ખાતરી? ટોલનાકા પર ગાડી ન પહોંચી હોવા છતાં ટોલટેક્ષ કપાઇ જાય તે વાત પાછળ કોનું ભેજુ કામ કરે છે? આવી રીતે કેમ બની શકે? શું ટોલનાકા પરથી આવી રીતે વાહનચાલકોનાં પૈસા કટકટાવવાનું કોઇ વ્યવસ્થિત કારસ્તાન ચાલે છે કે શું? તે લાગતા વળગતા સત્તાધિશો, નેશનલ હાઇવે ઓથોરીટીએ ઉંડી તપાસ કરવી જોઇએ.

દરમિયાન ગઇકાલે ટોલટેક્ષના કપાયેલા રૂા.45 પરત આપવા બાબતે ભરૂડી ટોલનાકાનાં માણસોમાં સમજણ કે સંકલનનો અભાવ જોવા મળ્યો હોવાનું જીતેશ ભાદાણીએ જણાવ્યું હતું કેમ કે ટોલપ્લાઝાનાં અમુક માણસો બે દિવસમાં પૈસા પરત મળશે તેવું અને અન્યોયે 45 દિવસે પૈસા પરત મળી જવાની ખાતરી આપી હતી. વગર વાંકે, નીકળ્યે ટોલનાકા પરથી ટોલટેક્ષ કપાયાની વાતમાં ઉંડી તપાસ કરવાની માંગ થઇ છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstoll tax was deducted
Advertisement
Next Article
Advertisement