For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગરમી ગાજતી આવી: કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચો

12:22 PM Feb 27, 2025 IST | Bhumika
ગરમી ગાજતી આવી  કચ્છ કરતા રાજકોટમાં પારો ઊંચો

ભેજનું પ્રમાણ વધતા બપોરે ભારે બફારો, આગામી બે દિવસ તાપમાન 38 ડિગ્રી સે.થી વધુ રહેશે

Advertisement

ગુજરાતમાં આ સમયે ગરમી વધી રહી છે અને ઠંડી ઓછી થઈ રહી છે. આ સાથે, દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે, બફારાનું પ્રમાણ પણ વધ્યું છે, રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો એલર્ટ જારી કર્યું છે. રાજકોટમાં હાલ કચ્છ-ભુજના રણ વિસ્તાર કરતા પણ વધુ ગરમી પડે છે. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીએ કાળોકેર વરતાવ્યો છે.

સાવચેતીના પગલા તરીકે, 50 કિમીના આંતરિક વિસ્તારમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાઓથી પવન ફૂંકાઈ રહ્યા છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવો અંદાજ છે. આગામી 24 કલાક સુધી તાપમાન સમાન રહેશે.

Advertisement

ત્યારબાદ, બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની શક્યતા છે. તે જ સમયે, રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે અને મહત્તમ તાપમાન સામાન્ય નોંધાયું છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યભરમાં હવામાન શુષ્ક રહેવાની ધારણા છે અને તાપમાનમાં પણ ધીમે ધીમે વધારો થવાની શક્યતા છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ડાંગમાં 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જેમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 36.8 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટનું 38.7 ડિગ્રી સેલ્સિયસ હતું.

કયાં કેટલી ગરમી?

અમદાવાદ - 36.8
અમરેલી - 38.0
બરોડા - 36.8
ભાવનગર - 36.8
ભુજ - 37.4
દાહોદ - 33.4
દમણ - 36.8
ડાંગ - 39.6
ડીસા - 34.6
દીવ - 34.5
દ્વારકા - 34.0
ગાંધીનગર - 36.6
જામનગર - 34.6
કંડલા - 34.9
નલિયા - 36.0
ઓખા -  29.8
પોરબંદર -  36.6
રાજકોટ - 38.7
સુરત - 38.4
સુરત કેવીકે - 38.2
વેરાવળ - 32.1

Advertisement
Tags :
Advertisement
Advertisement