For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

25 દી’ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીને છોડાવવા 181નું દિલધડક ઓપરેશન

03:51 PM Aug 17, 2024 IST | Bhumika
25 દી’ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીને છોડાવવા 181નું દિલધડક ઓપરેશન
Advertisement

સાસરિયાએ ગોંધી રાખી પરિવાર સાથે વાત કરવા નહીં દેતા 181માં ફોન કરી ‘મૌન’ મદદ માગી, ટીમ અભયમે લોકેશનના આધારે સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કર્યું, અંતે માતા-પિતાને સોંપાઇ

રાજકોટ પંથકમાં પ્રેમલગ્ન બાદ સાસરીયાએ ગોંધી રાખતા યુવતીએ સાસરીયા ત્રાસથી છુટકારો મેળવવા 181માં કોલ કર્યો હતો. પરંતુ સાસરીયાના ડરથી કશું નહિ બોલતી મહિલાની વેદનાને વાચા આપવા ટીમ અભયમના કાઉન્સેલરે પોતાની સૂઝબૂઝથી યુવતીને વોટ્સએપ મેસેજ કરી એડ્રેસ મેળવી અભયમ ટીમ પીડિત યુવતીના ઘરે પહોંચી હતી. અને યુવતીને સાસરીયાના ત્રાસમાંથી મુક્ત કરાવી માવતર સાથે પુન:મિલન કરાવ્યું હતું.

Advertisement

રાજ્યભરમાં મહિલાઓ માટે સતત કાર્યરત રહેતી 181 મહિલા હેલ્પલાઇનની ટીમે વધુ એક કાબિલેદાદ કામગીરી કરી છે. જેમાં એક મહિલાએ સાસરીયાના ત્રાસથી કંટાળી 181માં મદદ માટે કોલ કર્યો હતો. પણ સાસરીયાને ખબર પડી જવાના ડરથી કશું બોલતા ન હતા. તેથી 181 મહિલા હેલ્પલાઇન દ્વારા પીડિતાબેનનું લોકેશન ટ્રેસ કરતા મદદ માટે કોલ કરનાર બહેન રાજકોટના એક ગામના હોવાનું જાણવા મળતા રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનના ટીમ સાથે કોલ કોંફરન્સ કરતા આજીડેમ લોકેશનના કાઉન્સેલર રૂૂચિતા મકવાણાએ પોતાની સૂઝબૂઝથી પીડિતા બેનનો નંબર મેળવી પોતાના મોબાઇલમાંથી પીડિતાબેન સાથે મેસેજ મારફતે વાત કરતા પીડિતાબેને પોતાના સાસરિયાએ ગોંધી રાખી હોવાનું કહેતા 181ના કાઉન્સેલરે મેસેજ મારફતે એડ્રેસ મેળવી તેમની મદદ માટે તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પહોંચી પીડિતાબેનનું કાઉન્સેલિંગ કરતા પીડિત મહિલાએ જણાવ્યું હતું. કે તે તેના પતિ સાથે ત્રણ વર્ષથી સોશિયલ મીડિયામાં રિલેશનશિપમાં હતા.
25 દિવસ પહેલા જ માવતરમાંથી ભાગીને લગ્ન કરી સાસરિયામાં આવ્યા હતા.

તેના કારણે સાસુ બોલાવતા ન હતા અને નણંદ પણ નાની નાની બાબતમાં ઝઘડો કરતા કરે છે. અને પતિ પણ તેમને ઘરમાં પૂરી રાખી કોઈની સાથે વાત કરવા દેતા નથી અને પિયર પક્ષ સાથે વાત કરે તો પતિ પૈસાની માંગણી કરી ત્રાસ આપતા હોવાથી પીડિતાબેનને સાસરીમાં રહેવું ન હોય અને પિયરમાં જવું હોવાનું જણાવ્યું હતું. તેથી 181 ની ટીમ દ્વારા પીડિતાબેનના માવતર સાથે વાત કરી પીડિતાબેનને તેમના માવતરને સોંપ્યા હતા. ભાગીને પ્રેમલગ્ન કરનાર પુત્રીને સાસરીયાના ત્રાસથી મુક્ત કરાવી પુત્રીનું પુન:મિલન કરાવનાર 181 મહિલા હેલ્પલાઇન ટીમનો યુવતીના પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

અભયમ ટીમને કાબિલેદાદ કામગીરી બદલ શુભેચ્છા પાઠવતા કો.ઓર્ડિનેટર તુષાર બાવરવા
રાજયભરમાં મહીલાઓ માટે 181 મહીલા હેલ્પ લાઇનની ટીમ 24 કલાક સેવા આપી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના કો.ઓર્ડીનેટર તુષારભાઇ બાવરવાના માર્ગદર્શન હેઠળ ટીમો કામગીરી કરી રહી છે ત્યારે ટીમ અભયમના કાઉન્સેલરો દ્વારા અનેક કેસમાં મહીલાઓને ન્યાય અપાવ્યો છે ત્યારે આજીડેમ લોકેશન ખાતે કાર્યરત 181 મહીલા હેલ્પલાઇનના સિનિયર કાઉન્સેલર રૂચીતા મકવાણાની સુઝબુઝથી મૌન મદદ માંગનાર યુવતીના મોબાઇલ લોકેશન અને વોટસએપ મેસેજ મારફતે એડ્રેસ મેળવી સાસરીયાના ત્રાસથી મુકત કરાવી છે. આજીડેમ લોકેશનના કાઉન્સેલર રૂચિતા મકવાણાને કાબીલેદાદ કામગીરી બદલ સૌરાષ્ટ્ર-કચ્છના કો.ઓર્ડીનેટર તુષારભાઇ બાવરવાએ અભીનંદન પાઠવ્યા છે.

મહિલાઓને મદદ કરવી એ અમારું કર્તવ્ય: કાઉન્સેલર રૂચિતા મકવાણા
આજી ડેમ લોકેશન ખાતે 181 મહીલા હેલ્પ લાઇનમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવતા અને દિલ ધડક ઓપરેશન પાર પાડી 25 દિવસ પહેલા પ્રેમલગ્ન કરનાર યુવતીને સાસરીયાના ત્રાસમાંથી મુકત કરાવનાર કાઉન્સેલર રૂચિતા મકવાણાએ જણાવ્યું હતું કે મહીલાઓને મદદ કરવી એ અમારૂં કર્તવ્ય છે અને અત્યાર સુધીમાં ટીમ અભયમના કાઉન્સેલ તરીકેની પાંચ વર્ષની ફરજ દરમિયાન અનેક મહીલાઓના ઘર તુટતા બચાવ્યા છે અને અનેક મહીલાઓને આત્મહત્યાના વિચારોમાંથી મુકત કરી પરિવાર સાથે સુખદ સમાધાન કરાવ્યું છે. તે ઉપરાંત અનેક પીડીતોને આશ્રય અપાવી 181 મહીલાઅ હેલ્પલાઇનનું નામ રોશન કર્યું છે. આ કેસમાં યુવતીએ 181માં કોલ કરી મૌન મદદ માંગતા અમે અમારી સુઝબુઝથી કામગીરી કરી બહેનને સાસરીયાના ત્રાસમાંથી મુકત કરાવ્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement