હૃદયરોગનો હુમલો: ચોટીલાના ચીરોડામાં યુવકનું હૃદય બેસી ગયું
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક જીંદગી ધબકારા ચુકી ગઇ હોવાની ઘટના સામે આવી છે જેમા ચોટીલાનાં ચીરોડા ગામે રહેતા યુવકનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલા તાલુકાનાં ચીરોડા ગામે રહેતા લવજીભાઇ અમદાભાઇ સોરાણી નામનો 41 વર્ષનો યુવાન પોતાનાં ઘરે હતો. ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી યુવકનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક યુવાન 4 ભાઇ ત્રણ બહેનમા વચેટ હતો. અને તેને સંતાનમા એક પુત્ર અને 1 પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવમા સુરેન્દ્રનગરમા આવેલા 80 ફુટ રોડ પર રહેતા વિકાશ શિવસિંહ કુશવાહ (ઉ.વ. ર0) નુ બીમારી સબબ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.