રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાર્ટ એટેકનો હાહાકાર: મહિલા સહિત ત્રણનાં મોત

04:03 PM Aug 29, 2024 IST | Bhumika
oplus_0
Advertisement
Advertisement

શ્રીનાથ પાર્કમાં પ્રૌઢા, કુવાડવા રોડ ઉપર આધેડ અને લાલ પાર્કમાં યુવકે હૃદયરોગના હુમલાથી દમ તોડતા પરિવારમાં કલ્પાંત

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળનાં ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં શ્રીનાથ પાર્કમાં પ્રોઢા, કુવાડવા રોડ ઉપર શ્રી બંગલોમાં આધેડ અને લાલ પાર્કમાં યુવકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં આવેલા શ્રીનાથ પાર્કમાં રહેતા વર્ષાબેન જીતેન્દ્રભાઈ જોષી નામના 45 વર્ષના પ્રોઢા રાત્રીના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રોઢાને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

બીજા બનાવમાં કુવાડવા રોડ ઉપર શ્રી બંગલોમાં રહેતા મનસુખભાઇ દેવકરણભાઇ હાપલીયા નામના 57 વર્ષના આધેડ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ચાર ભાઈ પાંચ બહેનમાં વચ્ચેટ હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત અન્ય ત્રીજા બનાવમાં ઢેબર રોડ ઉપર આહીર ચોક પાસે આવેલા લાલ પાર્કમાં રહેતા મુન્નાભાઈ સુભાષભાઈ ચૌહાણ નામનો 35 વર્ષનો યુવાન સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે તેને હ્રદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement