For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાર્ટએટેકનો ઉપાડો: વધુ બે મહિલાના શ્ર્વાસ થંભી ગયા

05:44 PM Oct 05, 2024 IST | Bhumika
હાર્ટએટેકનો ઉપાડો  વધુ બે મહિલાના શ્ર્વાસ થંભી ગયા
oplus_2097152
Advertisement

રાજયભરમાં હોટએટેકના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં ધરમ સિનેમા પાસે ક્વાર્ટરમાં અને પારેવડી ચોકમાં બે પ્રોઢાના હાર્ટએટેકથી મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ધરમ સિનેમા પાસે ક્વાર્ટરમાં રહેતા દિપાલીબેન અશોકભાઈ પરમાર નામના 48 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા. ત્યારે બપોરના એકાદ વાગ્યાના અરસામાં બેભાન હાલતમાં ઢળી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું હતું. મૃતક પ્રોઢાને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

જયારે બીજા બનાવમાં પારેવડી ચોકમાં સદગુરૂૂ એપાર્ટમેન્ટમાં રહેતા તનુમતીબેન રમેશભાઈ ઘોરડા નામના 55 વર્ષના પ્રોઢા રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે હાર્ટએકેટ આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા તેમનું મોત નિપજયું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement