હૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇ
બેડીપરામાં યુવાન અને ચોટીલાના લાખણકાના વૃદ્ધનું હાર્ટ ,એટેકથી મોત
રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગના હુમલાના કારણે અનેક લોકો મોતને ભેટી રહયા છે. ત્યારે વધુ બે વ્યકિત હૃદય રોગના હુમલા સામે જંગ હાર્યા હોય તેમ રાજકોટના બેડીપરામા યુવાન અને ચોટીલાના લાખણકામા વૃધ્ધનુ હાર્ટ એટેકથી મોત નિપજયુ હતુ.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા પારેવડી ચોક નજીક આવેલ બેડીપરા વિસ્તારમા રહેતા અકબર ગુલામહુશેન શેખ નામનો 33 વર્ષનો યુવાન બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયો હતો. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. જયા તેની સારવાર કારગત નિવડે તે પુર્વે જ મોત નિપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમા મૃતક અકબર શેખ મુળ કલકતાનો વતની હતો અને ત્રણ ભાઇમા મોટો હતો. તેને સંતનમા એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા ચોટીલા તાલુકાના લાખણકા ગામે રહેતા કરશનભાઇ પ્રેમજીભાઇ માલકીયા (ઉ.વ. 60) વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે છાતીમા દુખાવો ઉપડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે વૃધ્ધનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનુ જાહેર કરતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. ઉ5રોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---