રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 4 જિંદગી ધબકારા ચૂકી ગઇ
શાકભાજીના ધંધાર્થી, સફાઇ કામદાર અને બે રિક્ષા ચાલકને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો
રાજકોટ સહિત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગના હુમલાના કારણે અનેક લોકો કાળના ખપ્પરમા હોમાય રહયા છે. ત્યારે રાજકોટમા વધુ 4 વ્યકિતના હૃદય થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમા શાકભાજીના ધંધાથી, સફાઇ કામદાર અને બે રીક્ષા ચાલકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા મવડી મેઇન રોડ પર આવેલા વિનાયકનગરમા રહેતા જેન્તીભાઇ બચુભાઇ સોલંકી નામના 52 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે સવારના અગ્યારેક વાગ્યાના અરસામા હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પ્રાથમિક પુછપરછમા મૃતક જેન્તીભાઇ સોલંકી 3 ભાઇ ચાર બહેનમા નાના હતા. તેમને સંતાનમા બે પુત્ર અને 3 પુત્રી છે. જેન્તીભાઇ સોલંકી શાકભાજીનો વ્યવસાય કરતા હતા.
બીજા બનાવમા રેલનગરમા રહેતા દિનેશભાઇ છગનભાઇ નારોલા નામના પ3 વર્ષના સફાઇ કામદાર પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડયા હતા. આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી દિનેશભાઇ નારોલાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનુ જાહેર કરતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમા મૃતક દિનેશભાઇ નારોલા 4 ભાઇમા નાના હતા અને રાજકોટ મનપામા સફાઇ કામદાર તરીકે નોકરી કરતા હતા.
ત્રીજા બનાવમા પેડક રોડ પર આવેલા આર્યનગરમા રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતા કાળુભાઇ સામતભાઇ ખીંટ નામના પ6 વર્ષના આધેડ રાત્રીના નવેક વાગ્યાના અરસામા કુવાડવા રોડ પર રીક્ષા સ્ટેન્ડ ઉપર ઉભા હતા ત્યારે અચાનક છાતીમા દુખાવો ઉપડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા. જયા તબીબે જોઇ તપાસી આધેડનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનુ જાહેર કરતા પરિવારમા કરૂણ કલ્પાંત સર્જાયો હતો. પોલીસ તપાસમા મૃતક કાળુભાઇ ખીંટ બે ભાઇ ત્રણ બહેનમા મોટા હતા અને તેમને સંતાનમા ત્રણ પુત્ર છે. રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા કાળુભાઇ ખીંટનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત ચોથા બનાવમા અમીનમાર્ગ પર આવેલ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ નજીક રહેતા મેહુલકુમાર ભીખુભાઇ ખેરડીયા નામનો 4ર વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયો હતો યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યો હતો. જયા યુવકની સારવાર કારગત નીવડે તે પુર્વે જ યુવાને દમ તોડી દેતા ગમગીની છવાઇ જવા પામી છે. પ્રાથમિક પુછપરછમા મૃતક મેહુલકુમારના માતા - પિતા હયાત નથી અને તે એકની એક બહેનનો એકનો એક ભાઇ હતો. છુટાછેડા બાદ મેહુલકુમાર રીક્ષા ચલાવી પોતાનુ ગુજરાન ચલાવતો અને એકલવાયુ જીવન જીવતો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.