હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો દિનબદિન વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. જેમાં હુડકો ક્વાર્ટ અને શિતલ પાર્ક પાસે બે યુવક અને ગાંધીગ્રામ સોસાયટીમાં આધેડનો હાર્ટએટેકથી મોત નિપજતા ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ ંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં હુડક ક્વાટરમાં રહેતા ધનવીરસિંહ વિક્રમસિંહ જાડેજા ઉ.વ.42 પોતાના ઘરે હતા ત્યારે બપોરના 3:30 કલાકના અરસામાં હદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ અને એક બહેનમાં નાનો હતો.
બીજા બનાવમાં શિતલપાર્ક ચોક પાસે આવેલ રંભામાની વાડી પાસે રહેતા આકાશ ટીકેબુંદ છત્રિયા ઉ.વ.24 સાંજના સમયે પોતાના ઘરે ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજપરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.
આ ઉપરાંત ત્રિજા બનાવમાં ગાંધીગ્રામ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ હરિલાલ ચૌહાણ ઉ.વ.55 પોતાના ઘરે હતા ત્યારે સવારના હદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તબીબે જોઈ તપાસી નિસ્પ્રાણ જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક આધેડ બે ભાઈ એક બહેનમાં નાના હતા અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.