રાજકોટમાં હાર્ટએટેકનો ખતરો યથાવત્: વધુ બે માનવ જિંદગી ધબકારા ચૂકી ગઇ
રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે વ્યક્તિના હદયરોગના હુમલાથી શ્ર્વાસ થંભી ગયા છે.
જેમાં રાજકોટ અને વડ વાજડી ગામના બે પ્રોઢાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
બંને પ્રોઢાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જીવરાજ પાર્ક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલ સ્વામી વિવેકાનંદ ટાઉનશિપમાં રહેતા પ્રભાવતીબેન કમલેશભાઈ પ્રસાદ નામના 57 વર્ષના પ્રોઢા બપોરના બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા.
ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. પ્રોઢાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રોઢાની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રોઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજયુ હોવાનું જાહેર કરતાં પરિવારમાં આરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રભાવતીબેન પ્રસાદને સંતાનમાં એક પુત્ર છે. અને હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના વડ વાજડી ગામે રહેતા સુશીલાદેવી જગતસિંગ પવાડીયા નામના 57 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા.
ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં સુશીલાદેવીને હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક સુશીલાદેવી પવાડીયા મૂળ યુપીના વતની છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.