ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકનો ખતરો યથાવત: વધુ ત્રણનાં મોત

03:38 PM Apr 14, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

કાળઝાળ ગરમી વચ્ચે હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમા હોમાઇ રહી છે. ત્યારે વધુ 3 લોકોનાં હૃદય રોગનાં હુમલાથી શ્ર્વાસ થંભી ગયા હોવાની ઘટના સામે આવી છે જેમા મવડી પ્લોટ, જીવરાજ પાર્ક, પુનીત નગરનાં આધેડને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મેટોડામા રહેતા નરેન્દ્રભાઇ નારણભાઇ અઘેરા (ઉ.વ. પપ) સવારનાં આઠેક વાગ્યાનાં અરસામા મવડી પ્લોટમા આવેલ વરીયા ઇલેકટ્રીક યુનીટમા કામ કરતા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડયા હતા આધેડને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

મૃતક આધેડને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી છે. બીજા બનાવમા બજરંગવાડી વિસ્તારમા આવેલા પુનીતનગરમા રહેતા સુનીલભાઇ જયસુખભાઇ ત્રીવેદી (ઉ.વ. પ3) રાત્રીનાં નવ વાગ્યાનાં સમયે નવી કોર્ટ પાસે મિત્રો સાથે બેઠા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. મૃતક આધેડ રેલનગરમા ટ્રેડીંગની દુકાન ચલાવતા હતા અને તેમને સંતાનમા 1 પુત્રી છે. ત્રીજા બનાવમા કાલાવડ રોડ પર જીવરાજ પાર્ક શ્યામલ સ્કાય હાઇટસમા ચોકીદારી કરતા ભરતસિંહ બલ બહાદુર સોની નામનાં પ1 વર્ષનાં નેપાળી આધેડ બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી આધેડનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કર્યુ હતુ. મૃતક આધેડને સંતાનમા 3 પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

Tags :
deathgujaratgujarat newsheart attack
Advertisement
Advertisement