For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો: વધુ બે લોકોના હાર્ટ ફેઇલ

12:10 PM Apr 30, 2025 IST | Bhumika
તાપમાન સાથે હાર્ટ એટેકનો પારો પણ ઉંચકાયો  વધુ બે લોકોના હાર્ટ ફેઇલ

ગોંડલમાં આધેડ અને રાજકોટમાં પરિણીતાને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

Advertisement

કાળઝાળ ગરમી વચ્ચે હાર્ટએટેકના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ બે લોકોના હાર્ટ ફેઇલ થયા હોવાની ઘટના સામે આવી છે જેમાં ગોંડલમાં ફ્રુટના ધંધાથી અને રાજકોટમાં પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

મૂળ રાજકોટના જંગલેશ્વરના વતની અને હાલ ગોંડલમાં ફ્રૂટનો વેપાર કરતા ભરતભાઈ ખીમજીભાઇ રાઠોડ નામના 53 વર્ષના આધેડ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ગોંડલમાં પંચપીરની ધાર પાસે પોતાના ભાડાના મકાનમાં હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તેમને તાત્કાલિક સારવાર માટે ગોંડલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક આધેડ ચાર ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આવેલ પુનિતનગર વિસ્તારમાં રહેતી કાજલબેન નરેન્દ્રભાઈ ચૌહાણ નામની 40 વર્ષની પરિણીતા બપોરના અઢી વાગ્યાના અરસામાં ઘરે જમવા બેઠા હતા અને જમીને ઊભા થતાંની સાથે જ ઉલટી થતા બેભાન હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબે જોઈ તપાસી કાજલબેન ચૌહાણનું હદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં કાજલબેન ચૌહાણને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement