રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સહકારનગર-ગુલાબનગરમાં પ્રૌઢ-યુવાનનો ભોગ લેતો હાર્ટએટેક

06:57 PM Feb 05, 2024 IST | Bhumika
Advertisement

સાળાને ધાર્મિક પ્રસંગનું આમંત્રણ આપવા ગયેલા બનેવી ઢળી પડયા: ગળાના દુખાવાની સારવાર માટે ગયેલો યુવાન બેભાન થયા બાદ મોત

Advertisement

શહેરમાં આજે જૂદા-જૂદા બે વિસ્તારોમાં એક પ્રૌઢ અને યુવાનનો હાર્ટએટેક ભોગ લીધાના બનાવ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં નોંઘયા હતા.એક બનાવમાં તો ધાર્મિક પ્રસંગનું આમંત્રણ આપવા ગયેલા સાળા બનેવીના ઘરે ઢળી પડયા હતાં અને બીજો બનાવમાં ગળાની સારવાર લેવા ગયેલા પરપ્રાંતિય યુવાનનું બેભાન બાદ મોત થયું હતું.

પ્રથમ બનાવની મળતી વિગતો મુજબ શહેરનાં સહકારનગર મેઇન રોડ, નાલંદા સ્કુલ પાસે રહેતા ચંદુલા રણછોડભાઇ ચાવડા (ઉ.વ.54) આજે કે જમૂનાનગર શેરી નં.5, સહકાર નગરમાં રહેતા સાળા ધર્મેશભાઇ બળવંતભાઇ ટાંકના ઘરે રાંદલ માતાજીનાં લોટાના પ્રસંગનું આમંત્રણ આપવા ગયા હતાં.

ત્યારે તે અચાનક બેભાન થઇને ઢળી પડતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પણ સારવારમાં ચંદુભાઇનું મોત થયું હતું. પોલીસનાં જણાવ્યા પ્રમાણે મૃતકને સંતાનમાં 2 પુત્રો છે. ત્રણભાઇ અને બે બહેનોમાં નાના અને એકસપોર્ટ એગ્રો કંપનીમાં મેનેજર હતાં. બનાવથી ચાવડા પરીવારજનોએ મોભી ગૂમાવ્યાનો શોક વ્યકત કર્યો હતો.

બીજા બનાવમાં કોઠારીયા રોડ પર, ગુલાબનગર પાસે, અમૃત ઇન્ડ. વિસ્તારની શેરી-1માં રહેતો બબલુકુમાર ઘરભરમ રાજભર (ઉ.વ.34) આજેે ગળામાં દુ:ખાવો થતાં સારવાર માટે ગાયત્રી કિલનિક હોસ્પિટલમાં ગયો હતો. ત્યાં અચાનક બેભાન થઇ જતાં બબલુનું મોત હાર્ટએટેકથી થયાનું તબીબોએ તારણ રજુ કર્યુ હતું.

રાજકોટ તાલુકા પોલીસના કહેવા મુજબ બબલુને બે દિકરા છે. તેમજ કારખાનામાં મંજુરી કામ કરતો હતો.તાલુકા પોલીસે મૃતકના પરીવારજનોને જાણ કરી, પીએમ વિધી સહિતની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
gujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement