ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા

12:34 PM Feb 13, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઊભા થયેલા આધેડ સહિતના બેભાન હાલતમાં ઢળી પડતાં મોત

Advertisement

રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવી જીંદગી કાળના ખપ્પરમા હોમાઇ રહી છે ત્યારે રાજકોટમા માત્ર ર4 કલાકમા 7 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજયા હોવાની ઘટના સામે આવી છે જેમા પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઉભા થયેલા આધેડ સહીત 7 લોકોના બેભાન હાલતમા ઢળી પડયા બાદ મોત નીપજતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો છે.

રાજકોટમા કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલ કૈલાશ પાર્કમા રહેતા વિક્રમભાઇ વિભાભાઇ જળુ (ઉ.વ. 47) પોતાના ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા સારવાર અર્થે ખસેડાયા હતા. જયા તેમનુ મોત નીપજયુ હતુ. પ્રાથમીક તપાસમા મૃતક વિક્રમભાઇ આહીર 3 ભાઇ એક બહેનમા મોટા હતા અને રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા. વિભાભાઇએ 3 દિવસ પુર્વે જ પુત્રના લગ્ન કર્યા હતા. લગ્નના ત્રીજા દિવસે જ હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમા મવડી વિસ્તારમા આવેલ કિશન પાર્કમા રહેતા અને હેર સલુનની કેબીન ધરાવતા વિજયભાઇ ચંદુભાઇ જાદવ (ઉ.વ. 40) બપોરના અરસામા પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમા દાખલ કરાયા હતા જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હૃદય રોગના હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કર્યુ હતુ. મૃતક યુવાન બેભાઇ બે બહેનમા નાના અને અપરણીત હતા.

ત્રીજા બનાવમા 80 ફુટ રોડ પર આવેલા આંબેડકરનગરમા રહેતા હેમુભાઇ ભાણજીભાઇ ચાવડા (ઉ.વ. પર) રાત્રીના દસેક વાગ્યાના અરસામા પોતાના ઘરે જમવા બેઠા હતા હેમુભાઇ ચાવડા જમીને ઉભા થતાની સાથે જ બેભાન હાલતમા ગબડી પડયા હતા. આધેડને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલમા દાખલ કરવામા આવતા ડોકટરે આધેડનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનુ જણાવતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

ચોથા બનાવમા 80 ફુટ રોડ પર આવેલા સત્યમ પાર્કમા રહેતા મનીસિંહ રઘુવંશીહ શર્મા (ઉ.વ. પ8) મધરાતે પોતાના ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમા ખસેડાયા હતા જયા આધેડે હોસ્પીટલના બીછાને દમ તોડી દીધો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક આધેડ પાંચ ભાઇ 3 બહેનમા વચેટ હતા અને તેમને સંતાનમા 3 પુત્ર અને 1 પુત્રી છે.

પાંચમા બનાવમા રૈયા રોડ પર આવેલ આલાપ ગ્રીન સીટીમા રહેતા દિનેશભાઇ લીલાધરભાઇ રાઠોડ (ઉ.વ. પ8) બપોરના ર વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે છાતીમા દુખાવો ઉપડતા સિવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જવામા આવ્યા હતા. જયા સારવાર કારગત નીવડે તે પુર્વે ફરજ પરના તબીબે દિનેશભાઇ રાઠોડનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનુ જણાવ્યુ હતુ.

છઠ્ઠા બનાવમા રુખડીયાપરા વિસ્તારમા રહેતા ઉમાબેન જેન્તીભાઇ સાવલીયા (ઉ.વ. પ7) સ્પીડવેલ પાર્ટી પ્લોટમા કેટરર્સના કામ અર્થે ગયા હતા ત્યારે બપોરના સમયે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પીટલે ખસેડવામા આવતા તેમનુ મોત નીપજયુ હતુ. પ્રાથમીક તપાસમા મૃતક પ્રૌઢાને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. પ્રૌઢા કેટરર્સના કામે પાર્ટી પ્લોટમા હતા ત્યારે આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત સાતમા બનાવમા સંતોષીનગર મફતીયાપરા વિસ્તારમા રહેતા દિનેશભાઇ મુળજીભાઇ ચોટાઇ (ઉ.વ. પ6) પોતાના ઘરે હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા મોત નીપજયુ હતુ. પ્રાથમીક તપાસમા મૃતક આધેડ એકલવાયુ જીવન જીવતા હતા અને પોલીસે મૃતક આધેડના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.

તાવ અને ડેન્ગ્યુથી બે સગીરનાં મોત
મેંદરડાના માલણકા ગામે રહેતા શિવરામ મોહનરામ ગમેતી (ઉ.વ. 1પ) બે દિવસથી તાવની બીમારીમા સપડાયો હતો. સગીરને તાત્કાલીક સારવાર માટે મેંદરડા બાદ રાજકોટ સિવિલ હોસ્પીટલમા દાખલ કરાયો હતો. જયા સગીરને તાવની બીમારી સબબ મોત નીપજતા રાજસ્થાની પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી. જયારે બીજા બનાવમા રાજકોટમા માંડા ડુંગર વિસ્તારમા આવેલ માધવ વાટીકામા રહેતો કિશન હરેશભાઇ વેજીયા નામનો 1પ વર્ષનો સગીર રાત્રીના સાડા દશેક વાગ્યાના અરસામા બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવિલ હોસ્પીટલમા ખસેડાયો હતો જયા તેનુ મોત નીપજતા પરીવારમા કરુણ કલ્પાંત સર્જાયો હતો. પ્રાથમીક પુછપરછમા મૃતક કીશન વેજીયા બે ભાઇમા નાનો હતો ધો. 6 મા અભ્યાસ કરતો હતો. કિશન વેજીયા પથરી અને ડેન્ગ્યુની બીમારીમા સપડાતા મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ હતુ.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Advertisement