આરોગ્ય કર્મચારીઓની હડતાળનો સંકેલો
રાજ્યમાં છેલ્લા 20 દિવસથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાલનો અંત આવ્યો છે. રવિવારે સાંજે સરકાર અને કર્મચારી યુનિયનો વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાન થઈ જતાં હડતાલનો અંત આવ્યો છે. અને આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્મચારીઓને આજથી કામે લાગી જવા અપીલ કરી છે.
રવિવારે સરકાર સાથે મહાસંઘના 33 જિલ્લાના પ્રમુખની બેઠક યોજાઈ હતી. અને તેમાં ગ્રેડ પે 1900 માંથી 2800 કરવા અને ખાતાકીય પરિક્ષા કર્મચારીઓ હા પાડે તો લેવાની શરતે સમાધાન થયું હતું આ ઉપરાંત હડતાલ દરમિયાન જે કર્મચારીઓ સામે કાયદાકીય કે, શિસ્તભંગના પગલા લેવાયા છે તે પરત ખેંચવા સરકારે ખાતરી આપી હતી.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેઓની વિવિધ પડતર માંગણીઓ જેવી કે એમપી, એચ.ડબલ્યૂ, એફએચ ડબલ્યૂ સહિતનાં કર્મચારીઓ જોડાયા હતા. ટેક્નિકલ ગ્રેડ, ખાતાકીય પરીક્ષા રદ કરવા અને પગાર વિસંગતતા દૂર કરવાની આરોગ્ય કર્મચારીઓની માગ છે. અચોક્કસ મુદ્દતની હડતાળમાં કર્મચારીઓને ન્યાય મળે તેવી માગ ઊઠી છે. જ્યારે, ન્યાય નહીં મળે તો મહાસંઘ દ્વારા કડક નિર્ણય લેવાશે એવી પણ વાત સામે આવી હતી.
આ આરોગ્યકર્મીઓ હડતાળ પર ઊતર્યા હતા અને વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ અંગે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું. જ્યારે, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પાસે આરોગ્ય કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કર્યા હતા.
રાજ્યમાં પડતર માંગણીઓને લઈ આરોગ્યકર્મીઓ હડતાળ પર ઉતર્યા હતાં. જેનાં કારણે વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હવે આ મામલે આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું હતું. સાથે જ છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરાશે એવી પણ જાહેરાત કરી હતી.