રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાઇરલ રોગચાળા વચ્ચે ડેન્ગ્યુના 4 કેસથી આરોગ્ય તંત્ર હરકતમાં: શરદી-ઉધરસના 1162 કેસ

03:46 PM Jul 22, 2024 IST | admin
Advertisement

360 ટીમ દ્વારા 85863 ઘરમાં મનપાની પોરાનાશક કામગીરી: 1247 ઘરમાં કરાયું ફોગિંગ

Advertisement

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.15/07/24 થી તા.21/07/24 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિત ની 360 ટીમો દ્વારા 85,863 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 1247 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 406 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂેલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 314 અને કોર્મશીયલ 152 આસામીને નોટીસ આ5વામાં આવેલ તથા રૂૂા.55,200/- નો વહિવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. છેલ્લા અઠવાડીયા દરમિયાન ડેંગ્યુના 4, શરદી ઉધરસના 1162, સામાન્ય તાવના 488, ઝાડા ઉલ્ટીના 452, ટાઇફોઇડના 5 તેમજ કમળાનો 1 કેઇસ મનપાના ચોપડે નોંધાતા સંબંધીત આરોગ્ય તંત્રની ટીમોએ દવા છંટકાવ સહીતની કામગીરી શરૂ કરી દીધી છે.

Tags :
dengyugujaratgujarat newshealthdepartmentrajkotrajkot newsRMCvirous
Advertisement
Next Article
Advertisement