For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વકરેલા રોગચાળા વચ્ચે મનપાનું આરોગ્યતંત્ર માંદગીના બિછાને : કોંગ્રેસ

04:23 PM Oct 16, 2024 IST | admin
વકરેલા રોગચાળા વચ્ચે મનપાનું આરોગ્યતંત્ર માંદગીના બિછાને   કોંગ્રેસ

શહેરમાં ચારે બાજુ વકરેલા રોગથી શહેરીજનો પીડાય છે ને તંત્ર રોગચાળાને કાબુમાં લેવા હવામાં બાચકાં ભરતું હોવાનો આક્ષેપ

Advertisement

શહેરમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે ખાનગી-સરકારી હોસ્પિટલમાં વાયરલ રોગના દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. ત્યારે મનપાનું આરોગ્ય તંત્ર ખુદ માંદગીના બિછાને હોય અને હવામાં બાચકા ભરતું હોવાનો કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ આક્ષેપો કર્યા છે.

રાજકોટ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. શહેરમાં જીવલેણ રોગો વધતા રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર જાણે કે માંદગીના બિછાને પડ્યું હોય એ પ્રકારે મેલેરિયાના 2, ચિકનગુનિયા 30, ડેન્ગ્યુના 24 કેસો, શરદી, ઉધરસ ના 1112 સામાન્ય તાવના 673 જાડા ઉલટીના 166 ટાઈફોડ તાવના 3 અને કોલેરાનો 1 કેસ, શરદી ઉધરસ ના 1800 જેટલા કેસો, ચિકનગુનિયા ના 30 કેસો, જાન્યુઆરીથી આજદિન સુધી જીવલેણ રોગ એવા ડેન્ગ્યુમાં 272 દર્દીઓ આરોગ્ય તંત્રના રેકોર્ડ પર નોંધાયા છે. શહેરમાં હાલ વાદળછાયુ વાતાવરણ હોય હવામાન ખાતાએ વરસાદની આગાહી પણ આપી હોય ત્યારે સમગ્ર શહેરના વિસ્તારોમાં રોગચાળો વકરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવે અને નક્કર કામગીરી થવી જોઈએ.

Advertisement

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇન્વર્ડ નંબર 4156 તારીખ 02/09/24 થી શહેરમાં રોગચાળાને કાબુમાં રાખવા અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી. તેમ છતાં આ અંગે નક્કર કામગીરી હાથ ધરવામાં ન આવતા આરોગ્ય ની પરિસ્થિતિ શહેરમાં વણસતી જાય છે. આરોગ્ય કેન્દ્ર દ્વારા દરેક ઘરોમાં ફોગિંગ કરાવો, મચ્છરના ઉત્પત્તિ સ્થાન હોય ત્યાં માઉન્ટેન ફોગિંગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે, મંદિરો, બગીચાઓ, ખુલ્લા પ્લોટ, શાળાઓ, સંવેદનશીલ વિસ્તારો, પછાત વિસ્તારો, ઝૂંપડપટ્ટીઓ, ભંગારના ડેલા, બાંધકામ સાઇટ, જે જગ્યાએ પાણી ભરાયેલું રહેતું હોય તેવા સ્થળો, આજી નદી, વોકળાઓમાં બેદરકારી દાખવનાર સામે કડક પગલાં ભરવા અને જરૂૂર જણાયે દંડનીય કાર્યવાહી કરવા અતુલ રાજાણી, વશરામ સાગઠિયા દ્વારા માંગણી કરાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement