નર્સિંગ સ્ટાફ પરીક્ષા ગોટાળાના મામલે આરોગ્યમંત્રીએ યોજેલી તાકીદની બેઠક
ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવામાં આવેલ નર્સિંગ સ્ટાફની 1903 જગ્યા માટેની પરિક્ષામાં ગોટાળા બહાર આવતા અને ભારે વિવાદ સર્જાતા આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જીટીયુના વાઈસ ચાન્સેલર તેમજ શિક્ષણ ખાતાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી સમગ્ર ઘટનાક્રમની માહિતી મેળવી હતી અને પરીક્ષા રદ કરવી કે કેમ તે અંગે ચર્ચા કરી હતી. જો કે, આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાયેલ નથી. પરંતુ સરકાર હવે નિર્ણય કરશે તેવું જણાવ્યું હતું.
બીજીતરફ આ પરિક્ષામાં ગોટાળા બહાર પાડનાર યુવરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ યુવા અધિકાર ન્યાય ચળવળ સંગઠન દ્વારા જીટીયુના રજિસ્ટ્રારએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
તેમણે માંગણી કરી હતી કે, તાત્કાલિક ધોરણે આ પેપર સેટરની તપાસ કરવામાં આવે. શું આ કોઈ શરત ચૂક થી થયેલ ભૂલ છે કે જાણી જોઈને રચવામાં આવેલ કોઈ કાવતરું ? તેની તલસ્પર્શી તપાસ થાય, જે પણ જવાબદાર છે આના પાછળ તેની યોગ્ય અને નિષ્પક્ષ નાં અંતે સજાત્મક અને દંડાત્મક પગલાં લેવામાં આવે.
વિદ્યાર્થી હિતમાં વર્તમાન તમામ પ્રોસેસ સ્થગિત રાખી આ બાબતની તપાસ ગુજરાતના બાહોશ અને નિષ્પક્ષ અધિકારી ને સોંપવા માટે જઈંઝ ની રચના કરવામાં આવે.આ મુદ્દાની ગંભીરતા સમજી તાત્કાલીક યોગ્ય નિરાકરણ આવે જેથી મહેનત કરનાર ઉમેદવારો ને અન્યાય ન થાય..