For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુરવઠાના કરાર આધારિત કર્મચારીઓની ચાર વર્ષની બેંક ડિટેઈલ માગતી હેડ ઓફિસ

05:18 PM Oct 17, 2024 IST | Bhumika
પુરવઠાના કરાર આધારિત કર્મચારીઓની ચાર વર્ષની બેંક ડિટેઈલ માગતી હેડ ઓફિસ
Advertisement

કેટલા વર્ષથી કામ કરે છે તેની વિગતો પણ મગાવાઈ, ઉઘરાણીની ફરિયાદો બાદ એક્શન?

રાજકોટ સહિત ગુજરાતભરમાં જિલ્લા પુરવઠા વિભાગ હસ્તકની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ દ્વારા રેસનકાર્ડને લગતા વિવિધ કામોમાં મોટાપાયે ઉઘરાણા થતાં હોવાની ફરિયાદો બાદ પુરવઠા વિભાગની વડી કચેરી દ્વારા તમામ જિલ્લામાં પુરવઠા કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓની છેલ્લા ચાર વર્ષની બેંક ડિટેઈલ સહિતની વિગતો માંગવામાં આવતા ભારે ચકચાર જાગી છે.

Advertisement

મળતી માહિતી મુજબ પુરવઠા ખાતાની હેડ ઓફિસ દ્વારા તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને તેના તાબાની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ કેટલા વર્ષથી ફરજ બજાવે છે. તેની વિગતો માંગવા સાથે કરાર આધારિત કર્મચારીઓની 2020થી અત્યાર સુધીની બેંક ડિટેઈલ પણ મંગાવવામાં આવી છે. રાજકોટ પુરવઠા વિભાગના સુત્રોના કહેવા મુજબ થોડા દિવસ પહેલા હેડઓફિસ દ્વારા આવી વિગતો માંગવામાં આવી હતી. જે અમારી કચેરી દ્વારા સોંપી દેવામાં આવી છે.

સુત્રોના કહેવા મુજબ વડીકચેરી દ્વારા પુરવઠા વિભાગની વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓ કેટલાક વર્ષથી કઈ જગ્યાએ ફરજ બજાવે છે તે સહિતની વિગતો માંગવામાં આવી છે અને 11 માસના કરાર પૂર્ણ થયા બાદ કરાર રિન્યુ કરીને કઈ પોસ્ટ ઉપર તેને નિમણુંક આપવામાં આવી હતી. તે અંગે પણ વિગતો માંગવામાં આવી છે. જો કે, આ વિગતો ક્યા કારણોસર માંગવામાં આવી તે અંગે સ્થાનિક કર્મચારીઓ-અધિકારીઓને કોઈ જાણ નથી.

પરંતુ જાણકાર સુત્રોના કહેવા મુજબ પુરવઠા વિભાગમાં રેશનકાર્ડમાં સુધારાથી માંડી નવા રેશનકાર્ડ કાઢવા સહિતની વિવિધ કામગીરીમાં થતાં ઉઘરાણાની રકમ કરાર આધારિત કર્મચારીઓના ખાતામાં જમા થતી હોવાની પુરાવા સાથે સરકાર કક્ષાએ ફરિયાદ થતાં સરકારમાંથી સુચના મળી હોય પુરવઠા વિભાગની હેડ ઓફિસ દ્વારા કરાર આધારિત તમામ કર્મચારીઓના બેંક ખાતા સહિતની વિગતો મંગાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement