ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલનો ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ

12:38 PM Aug 23, 2025 IST | Bhumika
Advertisement

ચુડા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ કર્મીએ ક્યા કારણોસર પગલું ભર્યું છે તેને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
ચુડા પોલીસ માથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ મીઠાપરાએ તાલુકાના ગોરખવડા ગામમાં વાડી વિસ્તારમાં દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. જોકે તેમની તબિયત ગંભીર હોવાથી હાલ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગ પોલીસે તપાસ શરૃ કરી છે. રાજેશ મીઠાપરાએ કયા કારણોસર ઝેરી દવા પી અને આત્મહત્યા કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ડીવાયએસપી પણ ઘટનાને લઇ અને હોસ્પિટલે પહોંચ્યા છે અને આ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Tags :
Chuda police stationgujaratgujarat newsHead constable suicidesuicide
Advertisement
Next Article
Advertisement