બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે ઇન્ટરવ્યુ માટે મહિલાને બોલાવતા GPSC પર હાઇકોર્ટ નારાજ
બાળકને જન્મ આપ્યાના ત્રીજા દિવસે ઇન્ટરવ્યૂ માટે હાજર ન થનારી મહિલા ઉમેદવારની રિટમાં હાઇકોર્ટે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)નો ઊધડો લેતાં જસ્ટિસ નિખિલ કરિઅલે ટકોર કરી હતી કે, આ કેસમાં કોર્ટ મહિલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવાનો આદેશ તો કરશે જ પરંતુ તેની સાથે સાથે જીપીએસસીને દંડ પણ કરાશે. જીપીએસસીની નીતિ છે કે અસામાન્ય સંજોગો અને જેન્યુઇન કેસોમાં ઇન્ટરવ્યૂની તારીખ ચેરમેનની સત્તા મુજબ બદલી શકે.
જીપીએસસી કહે છે કે તે જેન્ડર સેન્સિટિવ છે. તેમ છતાંય તેણે પ્રસ્તુત કેસમાં નીતિથી વિપરીત નિર્ણય શા માટે કર્યો? કોઇ મહિલા બાળકને જન્મ આપે એનાથી વધુ અસામાન્ય સંજોગોથ કે જેન્યુઇન કારણ શું હોઇ શકે? શું અસામાન્ય સંજોગો દર્શાવવા માટે ધરતીકંપ લાવવો પડશે?થ હાઇકોર્ટના આકરા વલણના પગલે જીપીએસસી તરફથી એડવોકેટે થોડો સમય આપવા અને જીપીએસસીના ચેરમેન જોડેથી માહિતી મેળવી લેવા વિનંતી કરી હતી. થોડા સમય બાદ ફરીથી કેસની સુનાવણી થઇ હતી અને જીપીએસસીએ નમતુ જોખતાં રજૂઆત કરી હતી કે, જીપીએસસીના ચેરમેન કમિટીના અન્ય સભ્યો સાથે બેઠક કરીને પ્રસ્તુત કેસમાં યોગ્ય નિર્ણય કરશે.
પ્રસ્તુત કેસમાં અરજદાર રાધિકા પવાર તરફથી એડવોકેટ બ્રિજેશ કે. રામાનુજે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરી છે. જેમાં સોમવારે જીપીએસસી એ જવાબ રજૂ કરતાં કહ્યું હતું કે, જીપીએસસી 200 દિવસ ઇન્ટરવ્યૂની પ્રક્રિયા કરે છે, એના પર કામનું ભારણ રહે છે. જો તારીખ બદલવામાં આવે તો અન્ય ઉમેદવારોને અન્યાય થશે. તારીખ બદલવાનો નિર્ણય કરીએ તો ઉમેદવારો ગેરલાભ ઉઠાવી શકે છે.
જસ્ટિસ કરિઅલે આ દલીલોને અપ્રસ્તુત ગણાવી ટકોર કરી હતી કે, તમારી નીતિ છે કે વ્યક્તિગત કિસ્સાઓમાં રૂૂબરૂૂ મુલાકાત(ઇન્ટરવ્યૂ)ની તારીખ જીપીએસસી બદલી શકે છે. જો જીપીએસસીના ચેરમેન જોડે તારીખ બદલવાની સત્તા હોય તો પછી કયા કારણોસર તેમણે તારીખ ન બદલી? મહિલા ઉમેદવારે 18 દિવસ પહેલાં તમને જાણ કરી હતી. ત્યારે પ્રસ્તુત કેસના સંદર્ભમાં તમે શું કર્યું? અસામાન્ય સંજોગોમાં તારીખ બદલવાની સત્તા હોવાની જીપીએસસીની નીતિ કોર્ટ સમક્ષ પહેલા આવી ગઇ હોત તો તમારી ગેરહાજરીમાં જ ઉમેદવારના પક્ષમાં આદેશ થઇ ગયો હોત. તમે જેન્ટર સેન્સિટિવ હોવાની દલીલ કરો છો અને તેમ છતાંય ખુદ પોતાની નીતિથી વિપરીત દલીલો કરો છ! તમે સ્ટેચ્યુટરી બોડી છો અને અમે તમારું સન્માન કરીએ છીએ. પરંતુ આવા કિસ્સાઓ આવે ત્યારે બોલવું પડે છે. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે,થતમે જે કંઇ પણ કારણો બતાવી રહ્યા છો એ સાવ સામાન્ય પ્રકારના છે. તમારી જોડે બહુ બધુ કામ છે અને લગભગ રોજ તમે ઇન્ટરવ્યૂના આયોજનો કર્યા હોય છે. તમે જીપીએસસી છો તો તમારી જોડે કામ તો રહેવાનું જ ને..!