For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આશ્રમ શાળામાં ડ્રોપઆઉટ-શિક્ષકોના આર્થિક શોષણથી હાઇકોર્ટ નારાજ

12:48 PM Mar 08, 2024 IST | Bhumika
આશ્રમ શાળામાં ડ્રોપઆઉટ શિક્ષકોના આર્થિક શોષણથી હાઇકોર્ટ નારાજ
  • ખાલી જગ્યા ભરવા, કર્મચારીઓની નોકરીની સલામતી સહિતના મામલે રિપોર્ટ ત્રણ અઠવાડિયામાં આપવા સરકારને આદેશ

રાજ્યની આશ્રમ શાળાઓમાં શિક્ષકોની ઘટ, અછત અને પગારધોરણ તથા કામકાજના મુદ્દે થયેલી રિટને હાઇકોર્ટે જાહેરહિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે કેસની સુનાવણીમાં બુધવારે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂૂદ્ધ પી. માયીની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે,થરાજ્યની 933 આશ્રમ શાળાની માળખાગત સુવિધાઓ, દરેક વર્ગ મુજબ છાત્રોની સંખ્યા, છાત્રોનો ડ્રોપ આઉટ રેશિયો, ડ્રોપ લેવાના કારણો, છાત્ર-શિક્ષકનો રેશિયો, શિક્ષકોની સંખ્યા અને નોન ટીચિંગ સ્ટાફ સહિતની તમામ માહિતી સોગંદનામા ઉપર રજૂ કરવામાં આવે.ખંડપીઠે એવો સવાલ પણ સરકારને કર્યો હતો કે,થજો એક શાળામાં 150 છાત્ર હોય અને શિક્ષકોનો રેશિયો 1/25 હોય તો પાંચથી છ શિક્ષક એક શાળામાં થાય તો આટલા શિક્ષકો છાત્રોને ભણાવવા ઉપરાંતના વહીવટી કામકાજ કઇ રીતે કરી શકે? કેસની સુનાવણી બીજી એપ્રિલે રાખવામાં આવી છે.

Advertisement

હાઇકોર્ટે એક પ્રસ્તાવિત આદેશમાં સરકારને કહ્યું હતું કે,થઆ રિટ પિટિશનને 1-7-2011ના આદેશ અન્વયે જાહેરહિતની અરજી તરીકે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાઇટ ટુ એજ્યુકેશન કાયદો અમલમાં આવી ગયો છે. એ કાયદાની અમલવારી બાદ રા્જય સરકારની ફરજ છે કે તેઓ માર્જિનલ સેક્શનના બાળકોને ફ્રી અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડે. જ્યારે આ શિક્ષણ પૂરું પાડવામાં આવે ત્યારે શિક્ષણની પ્રક્રિયા પણ યોગ્ય હોવી જોઇએ. રાજ્ય સરકારે સોગંદનામું કર્યું છે કે ત્રણ વિભાગો આશ્રમ શાળાનું વહીવટ કરે છે અને એ સરકારી ઠરાવના આધારે હોય છે, પરંતુ અમારા મતે એ સાચું નથી. જોકે, અમે કોઇ અવલોકન હાલના તબક્કે કરતાં નથી.

ખંડપીઠે નોંધ્યું હતું કે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો 1/45 હોવાનું અમારી સમક્ષ સરકારે કહ્યું હતું. પરંતુ એ સાચું નથી. રાજ્ય સરકારે વધારાનું સોગંદનામું કર્યું છે અને આ રેશિયોમાં સુધારો થયો હોવાનું જણાવ્યું છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો રેશિયો 1/25 થઇ ગયો છે. રાજ્યમાં 933 આશ્રમ શાળાઓ છે અને એક શાળામાં 150 વિદ્યાર્થીઓ હોય છે, પરંતુ એક આશ્રમ શાળામાં ધો-1થી ધો-8ના વિદ્યાર્થીઓ હોય છે અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓને ભણાવવા માટે શું પાંચ કે છ શિક્ષકો જ હોય છે. જો વર્ગ મુજબ શિક્ષકો ન હોય તો શું થાય એ અમારો પ્રશ્ન છે. આશ્રમ શાળાઓની માળખાકીય પરિસ્થિતિ કેવી છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારના છે અને સરકાર શું સહાય આપે છે? બિલ્ડિંગ, ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની સ્થિતિ શું છે? શાળામાં સવારે 11થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય હોય છે. વિદ્યાર્થીઓનો સવારે પાંચથી રાતના 10 સુધી પ્રવૃત્તિઓમાં હોય છે. તેવા તબક્કે સવારના પાંચથી રાતના 11 સુધી શિક્ષક વોર્ડનની જવાબદારી નિભાવે અને શિક્ષણ પણ આપે એવું માનવું અઘરું છે.

Advertisement

સરકાર આ તમામ પ્રશ્નોના જવાબ આપે
વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષમાં દરેક વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે?
દરેક શાળામાં કેટલા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ છે?
સોફ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામની વિગતો, કઇ રીતે ચાલે છે અને કોણ ચલાવે છે?
ભોજન અને રહેવાની શું વ્યવસ્થા છે કોણ એ જૂએ છે?
ગત પાંચ વર્ષના ડેટા આપવામાં આવે અને વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો કેટલો છે અને કયા કારણે વિદ્યાર્થીઓ ડ્રોપ લે છે એનો જવાબ આપવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement