For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી HC

12:53 PM Mar 05, 2025 IST | Bhumika
એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં એક સાહેદને ત્રણ લાખનો દંડ ફટકારતી hc

જામનગરમા ટાઉનહોલ નજીક 2018 મા વકિલ કિરીટભાઇ જોશીનુ અપહરણ કરી હત્યા કરવાનાં કેસમા અજાણ્યા શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાય હતી જેમા એક સાહેદનુ નિવેદન દુર કરવા હાઇકોર્ટમા અરજી કરી હતી જે અંગે ગુજરાત હાઇકોર્ટ નારાજગી વ્યકત કરી અને અરજી કરનાર સાહેદને રૂપીયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.
જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં સને 2018 ની સાલમાં એડવોકેટ કિરીટભાઈ જોશી ની અજાણ્યા ઈસમોએ છરીના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે કેસમાં તેઓના નાના ભાઈ એડવોકેટ અશોકભાઇ જોષી એ આરોપી જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ તેમજ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ સદરહુ ગુનાના તપાસ જામનગર ગ્રામ્ય વિભાગ ના ડીવાયએસપી આર.બી.દેવધા ચલાવી રહયા છે. તેમજ જામનગર એલ.સી.બી પોલીસ ઇન્સ શ્રી.વી.એમ. લગારીયા તપાસનીસ અધિકારીની સાથે તપાસ ટીમમાં મદદમાં રહ્યા છે.
જામનગરમાં એડવોકેટ ખૂન કેસમાં તપાનીસ અધિકારીએ સાહેદ સાવીઓ ઉર્ફે સાગર બાલા જગન્નાથ પંચાલ (રહે. મુંબઇ) નું નિવેદન લઇ ચાર્જશીટમાં સાહેદ તરીકે દર્શાવેલ હતા. આ સાહેદએ ગુજરાત હાઇકોર્ટમાં 6 વર્ષ ના લાંબા સમયગાળા બાદ અરજી કરી જણાવેલું કે, તેઓએ તપાનીસ અધિકારી સમક્ષ કોઇ નિવેદન લખાવેલું નથી, તેનું સાહેદમાથી નિવેદન દુર કરવાની અરજી દાખલ કરવામાં આવી હતી.

જે સાહેદોની અરજી અનુસંધાને ગુજરાત હાઇકોર્ટએ ટીપ્પણી કરી જણાવેલું કે,સાહેદોએ ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરવો જોઇતો હતો, અને આવી વ્યર્થ અરજી દાખલ કરેલ હોય, તેમજ સાહેદોને કેવી રીતે ખબર પડેલી કે તેઓનું નિવેદન ચાર્જશીટમા સાહેદ તરીકે દર્શાવેલ છે.

Advertisement

તેમ જણાવી સાહેદ સાવીઓ ઉર્ફે સાગર બાલા જગન્નાથ પંચાલ ને રૂૂપીયા 3,00,000 નો દંડ ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસમા અગાઉ ગુજરાત હાઇકોર્ટ તરફથી સાહેદ (1) કમલેશ ગોવિદભાઇ પટેલ (2) દિનેશભાઇ જેન્તીભાઈ સોઢા (3) સતીષભાઈ નંદકિશોર શાહ રહે-અમદાવાદ તથા આ કેસમાં આરોપીઓ-(1) સાયમન લુઇસ દેવીનાદન (મહારાષ્ટ્ર) (2) અજયપાલસિંહ ઉર્ફે બોબી ઉમેદસિંહ પવાર રહે અમદાવાદ જે પાચેય ને 1-1 લાખ રૂૂપીયા નો દંડનો ભરવા અંગે ગુજરાત હાઇકોર્ટ તરફથી હુકમ કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement