For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હસમુખભાઇ પરેચા બે્રઇન ડેડ થતાં કર્યુ અંગદાન: 6ના જીવનમાં કાયમ ઘબકશે

05:45 PM Dec 26, 2023 IST | Bhumika
હસમુખભાઇ પરેચા બે્રઇન ડેડ થતાં કર્યુ અંગદાન  6ના જીવનમાં કાયમ ઘબકશે

મોરબીમાં રહેતા અને રાત્રીનાં વોકિંગ દરમિયાન તબિયત બગડી જતાં સારવાર દરમિયાન હસમુખભાઇ રામજીભાઇ પરેમાને તબીબોને બે્રઇન ડેડ જાહેર કર્યા હતાં. દરમિયાન અંગદાન બાબતે સમજાવટ પછી પરેચા પરિવારે સહમતી દર્શાવતા, બે આંખ, બે કિડની, લીવર અને ત્વચાનું દાન કરવામાં આવતાં સદ્દગત હસમુખભાઇ હવે કાયમ 6 વ્યકિતઓના જીવનમાં ઘબકતા રહેશે તેવું પરીવારજનોએ જણાવ્યું હતું. ઓગેન ડોનેશન કાર્યવાહીમાં શહેરની સિનર્જી હોસ્પિટલનાં તબીબોની કામગીરી સરાહનિય સાબિત થઇ હતી.

Advertisement

ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસના મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતિ ખુબ ઓછી છે. ક્યાંક સમાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિ આ અંગે કોઈ પહેલ કરતો નથી. મૃત્યુ પછી શરીર નીચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો કીડની, લીવર, હાર્ટ ફેફસા વગેરે ગીના ફોર વાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે.

ગઈ તા. 24 ના રોજ હસમુખભાઈ રામજીભાઈ પરેચા, ઉંમર વર્ષ 52, લખધીરનગર, મોરબી ખાતે સવારેનન6 વાગ્યે ચાલવા ગયા હતા ત્યાંથી પરત ફરતા અચાનક જ તેમની તબિયત બગડી જતા મોરબીનીનનલાઇફલાઇન હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હસમુખભાઈનો સંપૂર્ણ ચેકઅપ કર્યા બાદ ડો. કલ્પેશ સનારિયા દ્વારા બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. ખૂબ જ સેવાભાવી અને સરળ સ્વભાવના હસમુખભાઇએ જીવનમાં ઘણા સેવા કર્યો કર્યા હતા.

Advertisement

તેમનું બ્રેઈન ડેડ થતાની સાથે જ ડોક્ટર્સની ટીમે તેમને અગદાન માટે સમજાવ્યા. પરેચા પરિવારના મોભી તથા હસમુખભાઈના મોટાભાઈ પ્રભુભાઇએ અગદાન માટે અનુમતિ આપી. સાથે પરિવારના તમામ સભ્યો હસમુખભાઈના પુત્ર અકિતભાઈ અને મોટાભાઈ પ્રભુભાઈ તેમજ દમયતીબેન ભરતભાઈ રામજીભાઈ પરેચા, ચતુરભાઈ જયેશભાઈ લાલજીભાઈ, જીતેન, યોગેન્દ્ર તેમજ ડો, પ્રફુલભાઈ પરેચાની પ્રેરણાથી હસમુખભાઈના બે કિડની, લિવર, સ્કિન તથા બે આખોનું દાન કરી હસમુખભાઇને ફરી જીવાડી 6 જીવનને ફરી પાછા જીવાડ્યા.

સિનર્જી હોસ્પિટલમાંથી ડો. કલ્પેશ સનારિયા, ડો. મિલાપ મશરૂૂ, ડો.જયેશ ડોબરીયા ડો. સંજય તિલાલા, ડો. દિનેશ ગજેરા ડો. સુરસિંહ બારડ, ડો. શ્રુતિ રાઠોડ ડો. રાહુલ વિરાણી, ડો. મિલન રાબડિયા ડો. અલ્પેશ રૂપારેલિયા, નર્સિંગ સ્ટાફ ચાર્મી કોરાટ, ધર્મિષ્ઠા ચાવડા, સાયર ગોહિલ, સુનૈયા ઠેબા એ જહેમત ઉઠાવી. સાથે સિનર્જી હોસ્પિટલમા ડો. સુરસિંહ બારડ તથા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ડો દિવ્યેશ વિરોજા એ ગુજરાત સરકારની અંગદાનનુ નિયમન કરતી સંસ્થા જઘઝઝઘ ના ચેરમેન ડો પ્રાજલ મોદી, ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર પ્રિયાબેનએ આખી રાત સકલન કરીને ડોનરના અંગોની જાળવણી કરી અને સમગ્ર અંગદનની પ્રક્રિયાનું કોર્ડીનેશન કર્યું. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં સમાજ સેવકો ભાવનાબેન મંડલી, ભાવેશભાઇ ઝીંઝુવાડાયાએ પરિવારને શાંત્વના આપી અંગદાન પ્રક્રિયાને સરળ બનાવી હતી. આ સાથે રાજકોટ પોલીસ ડીપાટમેન્ટ દ્વારા ત્વરીત ગતિએ ગ્રીન કોરીડોર બનાવીને અંગોને અમદાવાદ ઝડપથી મોકલવા માટેનું ખુબજ અગત્ય નં કાર્ય કરેલ હતું.
આવી રીતે અનેક લોકોની જહેમતથી અને પરેચા પરિવારના સહયોગથી રાજકોટમાંથી આ 109મું અંગદાન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement