For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકાના ગાંધવી ગામે કાલે મુખ્યમંત્રીના હસ્તે કરાશે હરસિદ્ધિ વનનું લોકાર્પણ

12:13 PM Aug 07, 2024 IST | Bhumika
દ્વારકાના ગાંધવી ગામે કાલે મુખ્યમંત્રીના હસ્તે કરાશે હરસિદ્ધિ વનનું લોકાર્પણ
Advertisement

છોડમાં રણછોડની વાત આપણી સંસ્કૃતિમાં પ્રચલિત છે. આપણા શાસ્ત્રો, ધર્મગ્રંથોમાં પ્રકૃતિના સંરક્ષણની વાત કરવા આવી છે. ઋષિમુનિઓ ઇકોલોજિકલ બેલેન્સના મહાત્મ્યને અદભુત રીતે સમજતા હતા અને એટલે જ દરેક ફળ, પશુ-પંખીનું ધાર્મિક અને સામાજિક મહત્વ હતું. વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. હાલમાં સમગ્ર વિશ્વ માટે આબોહવાકિય પરિવર્તનનો વિકટ પ્રશ્ન ઉપસ્થિત છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ મહત્તમ વૃક્ષો ઉછેરી, પર્યાવરણીય સમતુલા જાળવાઇ તે સુનિશ્ચિત કરવાનો છે. પૃથ્વીને હરીયાળી બનાવવા તથા પ્રકૃત્તિના જતન માટે વનો અને વૃક્ષોનું સંવર્ધન કરવું ખૂબ જ આવશ્યક છે. આ પવિત્ર હેતુ માટે રાજ્યમાં દર વર્ષે નવનો અને વૃક્ષોના ઉત્સવથ એટલે કે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં વર્ષ 2004માં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને સફળ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા. 08-08-2024ના રોજ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી (હર્ષદ) ગામ ખાતે આવેલા પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા હરસિધ્ધિ માતા મંદિર ખાતે આ વર્ષે ન75મો વન મહોત્સવથ યોજાશે અને 23માં સાંસ્કૃતિક વન હરસિધ્ધિ વનથથનું લોકાર્પણ કરશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝલક દર્શાવતી નસૌરાષ્ટ્રની સુગંધથ થીમ સાથે સાંસ્કૃતિક હરસિધ્ધિ વનમાં નવા અભિગમ સાથે પ્રવાસીઓને અનેક આકર્ષણો જોવા મળશે.

4હરસિદ્ધિ વન પ્રવાસીઓ માટેનું નવું નજરાણુ
દ્વારકા-સોમનાથ સાંસ્કૃતિક કોરીડોરની મધ્યમાં આવેલ આ વન લોકોને મોટી સંખ્યામાં આકર્ષિત કરશે. તેમજ નેશનલ હાઇ-વે 51 ના મુખ્ય માર્ગથી 2 કી.મી. દુર હોવાથી લોકોનો પ્રવાસ પણ સુગમ રહેશે. આ વનમાં મુખ્ય દ્વાર, પ્રવેશ 5રિસર, હરસિધ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટીકા, સેરેમોનીયલ ગાર્ડન, શ્રી કૃષ્ણ ઉ5વન, શ્રી કૃષ્ણ કમળ વાટીકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણોનું નિમાર્ણ કરવામાં આવ્યું છે. આ વનમાં મુખ્ય વન તરીકે સ્વાગત વાટીકા, આયુષવન, વન કવચ, વાઇલ્ડ લાઇફ ઝોન, તાડ વાટીકા, 5વિત્ર ઉ5વન, સ્ટોન મેઝ ગાર્ડન, સ્ટોન થેરાપી વોક વે, ગુગળ વન, કેકટસ વાટીકા વગેરે જેવા વનોનું નિમાર્ણ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત બાળ વાટીકા, સેલ્ફી પોઇન્ટ ગાર્ડન, સનસેટ પોઇન્ટ પ્રવાસીઓને આકર્ષીત કરશે. પર્યટકોની સુગમતા ધ્યાને લઇ પાર્કીગ એરીયા, ટોયલેટ અને પીવાના પાણી, રોપા વેચાણ કેન્દ્ર જેવી જન સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ વનમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે વડ, પીપળો, પ્રાગ વડ, દરિયાકાંઠે ઉછરી શકે તે માટે તેને અનુરૂૂપ રોપાઓ પીલુ, નાળીયેર, બદામ, અરણી વગેરે વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે. વનમાં વિવિધ પ્રજાતિના અંદાજિત 41619 રોપાઓનું વાવેતર કરવામાં આવ્યુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement