For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરામાં ધારાસભ્યોના ધજાગરા થતાં હવે હર્ષ સંઘવીના રાતઉજાગરા

05:12 PM Aug 31, 2024 IST | Bhumika
વડોદરામાં ધારાસભ્યોના ધજાગરા થતાં હવે હર્ષ સંઘવીના રાતઉજાગરા
Advertisement

મેયર-કોર્પોરેટરો-લોકલ ભાજપ નેતાઓ સામે આક્રોશથી ખુદ ગૃહ રાજ્યમંત્રી બીજી વખત દોડી આવ્યા, ઝોન વાઈઝ મિટિંગ કરી કામગીરીનું જાતનરીક્ષણ કર્યું

પૂરના કારણે વડોદરામાં ભારે તારાજી સર્જાઇ છે. લોકો બેધર બન્યા છે તો કેટલાક લોકોની ઘરવકરીનો સામાન પણ બચ્યો નથી. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાયની જાહેરાત કરવામા આવી છે. બીજી તરફ વડોદરાની જનતામાં ભ્રષ્ટ તંત્ર સામે જે રોષ છે. તેને અત્યારે સરકારને ચિંતામા મુકી દીધી છે. ત્યારે વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે નેતાઓને વડોદરાની જનતાની યાદ આવી છે. અગાઉ બે મંત્રી ડમ્પરમાં પુર ગ્રસ્ત વિસ્તારોનું નીરીક્ષણ કરવા નીકળ્યા હતાં અને વીડીયો વાયરલ થયા હતાં ત્યારબાદ ધારાસભ્યો અને ભાજપના મેયર, કોર્પોરેટર, નેતાઓ સમક્ષ લોકોએ રોષ ઠાલવ્યો હતો.

Advertisement

ગત રાત્રે હર્ષ સંઘવી ફરી એક વાર વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા. હર્ષ સંઘવી વડોદરા ખાતે આવ્યા અને મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવા ચારેવ ઝોનમાં પાલિકાના સત્તાધીશો સાથે બેઠકો યોગી હતી અને વડોદરાને કેટલું જલ્દી ઊભું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. આ બેઠકમાં ચારેય ઝોનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેમાં મેયર, સાંસદ, ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
વડોદરાની મુલાકાતે આવેલા હર સંઘવી વિવિધ વિસ્તારો જેવા કે ઓલ્ડ પાદરા રોડ અકોટા સમા ધિ, ભીમનાથ, બ્રિજ, માંજલપુર, સયાજીગંજ, મુજ ,મહુડા વાઘોડિયા રોડ સંગમ સહિતના વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી અને લોકોને પણ મળ્યા હતા લોકો સાથે પણ વાતચીત કરી હતી. આ દરમિયાન લોકોના રોષને લઈને હર્ષ સંઘવીએ કહ્યુ કે, જેને પોતાના માનતા હોય તેને જ તો બધી તકલીફ કહેતા હોય છે. અમે તકલીફ દૂર કરવા માટે જ તો છીએ. અમે લોકોની તકલીફો સાંભળી છે લોકો મને ખુલ્લા મને મળ્યા છે.

તેને તકલીફ ભોગવી છે તો તે કહેશે અને અમારે સાંભળવાનું છે અને તેનો રસ્તો પણ કાઢવાનો છે. એક રાત નહીં પરંતુ રાતો રાત જાગશુ પણ એક તકલીફ નહીં પરંતુ બધી જ તકલીફો દૂર કરી દઈશું. હુ જે વિસ્તારમાં કાલે ગયો હતો તે વિસ્તારમાં આજે પણ ગયો છે જેમને કાલે ફરિયાદ કરી હતી તેમ વિસ્તારમાં ટીમો મોકલાવામા આવી છે. અને આખી ટીમને અલગ અલગ જવાબદારી આપવામા આવી છે. હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે જેટલી પણ મદદ જોઈશે તેટલી કરવામાં આવશે.

વડોદરા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાતથી લઈને વહેલી સવાર સુધી ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એવા ચારેવ ઝોનમાં પાલિકાના સત્તાધીશો સાથે બેઠકો યોગી હતી અને વડોદરા ને કેટલું જલ્દી ઊભું કરી શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી હર્ષ સંઘવીએ વડોદરા ને બે થી ત્રણ દિવસમાં ઉભું થાય તે માટે સફાઈ સેવાકોને પણ કામે લાગી જવા અપીલ કરી હતી અને દિવસ રાત એક કરી વડોદરાને ફરી એક વખત સારી સ્થિતિમાં લાવી શકાય તે માટે અપીલ કરી હતી અત્યારે હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને વડોદરાને ચોખ્ખુ કરીને નંબર વન બનાવાની વાત કરી હતી. ત્યારે ગઈ કાલે વડોદરાના સફાઈ સેવકોને અખઈ ના જેકેટ પહેરાવીને ખોટુ બોલીને તેમને બોલાવવામાં આવ્યા હતા તેને લઈને જ્યારે હર્ષ સંઘવીને સવાલ કરવામા આવ્યો ત્યારે હર્ષ સંઘવીએ તેને લઈને કહ્યુ કે, આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનિતી કરે તે ના ચલાવી લેવાય, આ મુશ્કેલ ઘડીમાં એકબીજાને સાથ આપવો જોઈએ.

પીડિતોને પૂર સહાય માટે આવેદન આપતી વખતે કોંગ્રેસ પોલીસ વચ્ચે ભારે બબાલ
વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હવે શહેર કોંગ્રેસ સમિતિ આકરા પાણીએ છે. વડોદરા શહેરની કલેક્ટર કચેરી આગળ હાય રે… ભાજપ હાય… હાય…ના નારા લગાવ્યા હતા. એમાં વડોદરા શહેરના ધારાસભ્યો, સાંસદ, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી શરમ કરો… શરમ કરોના… નારા લગાવ્યા હતા. આ દરમિયાન આવેદનપત્ર આપવા આવેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પાંચ જણને આવેદન આપવાનું કહેતાં કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ કલેક્ટરની ઓફિસમાં ઘૂસી ગયા હતા. પોલીસ સાથે કોંગ્રેસપ્રમુખ અને કાર્યક્રતાનું ઘર્ષણ થયું. આજે 31 ઓગસ્ટના કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પૂર પીડિતોને વળતર આપવા અંગેની માગ કરી હતી. ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા કલેક્ટર કચેરી ખાતે એક તરફ ભીખુસિંહ પરમારની બેઠક ચાલી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ આવેદનપત્રને લઇ ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. પોલીસને ધક્કો મારી કોંગ્રેસના આગેવાનો કલેક્ટર ઓફિસર આગળ બેસી ગયા હતા. વિરોધના પગલે જોઇન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા કલેક્ટર ઓફિસ દોડી આવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement