રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ઉપલેટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે હરિભાઈ ઠુંમરનો વિજય

12:09 PM Jul 01, 2024 IST | admin
Advertisement

ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે બીજી ટર્મેના અઢી વર્ષે માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુટણી હોય તે પહેલા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી જીલ્લા પ્રમુખની વ્હીપ લઇને આવતા તેમણે તમામ સભ્યોને ચેરમેન તરીકે હરીભાઇ હુંમર અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઇ ઘેટીયાની વ્હીપ આપતા તેમાં વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વિનુભાઇ ઘેટીયા બિનહરીફ જાહેર થયેલા જયારે પ્રમુખ માટે વ્હીપની ઉપર જઇને પરેશભાઇ ઉચદડીયાએ ચુંટણી લડવાનું જાહેર કરતા ચુટણી અધિકારી રજીસ્ટારે ચુટણીની પ્રક્રિયા શરૂૂ કરાવેલ તે પહેલા ફરીથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ઠેઠ ગાંધીનગર વ્હીપ મોકલાવેલ. પ્રદેશ પ્રમુખની વ્હીપનો પણ અનાદર કરી પરેશ ઉચદડીયાએ ચુંટણી લડવાની જીદ કરતા રજીસ્ટારની હાજરીમાં તમામ સભ્યોનું મતદાન કરવામાં આવેલ તેમાં બે સરકારી સહીત કુલ 19 સભ્યોમાંથી બે સભ્યો સંજયભાઇ માકડીયા અને કિશોરભાઇ બાબરીયા ગેરહાજર હોય તેથી 17 સભ્યો એ મતદાન કરતા તેમાં ચેરમેન તરીકે બહમુતી 11 મતથી ગધેથડ ગાયત્રી આશ્રમના પૂજ્ય સંત લાલબાપુના અનન્ય સેવક અને જીલ્લા ધુરંધર સહકારી આગેવાન હરીભાઇ ઠુંમર (ભોલે) ચેરમેન તરીકે ચુંટાઈ આવેલ હતા. જયારે સામે પક્ષે ઉભા રહેલા પરેશભાઇ ઉચદડીયાને માત્ર 6 મત મળતા તેમનો રકાશ થયો હતો.

Advertisement

આ પ્રસંગે જલ્લા ભાજપના આગેવાન નરશીભાઇ મુંગલપરા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઇ પાદરીયા, પુર્વ નગરપતી દાનભાઇ ચંદ્રવાડીયા, મયુરભાઇ સુવા, સ્કુલ બોર્ડના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, યાર્ડના પુર્વ ચેરમેન જેન્તીભાઈ બરોચીયા, ભાજપના આગેવાનો નિતીનભાઇ અધેરા, ઉતમ ઠુંમર, કિશનભાઇ વસોયા, નિલુભાઇ ગોંધીયા, મહેન્દ્રભાઈ રાવલ, ભાદાભાઇ બોરખતરીયા, અશોકભાઇ લાડાણી, કમલેશભાઈ ભારાઇ સહીત યાર્ડેના સભ્યો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહયા હતા. મોં મીઠા કરી ઢોલના નગારે હારતોરા કરી ઉજવણી કરવામાં આવી હતી.

Tags :
gujaratgujarat newsharibhai thummarmarketing yardUpletaUpleta news
Advertisement
Next Article
Advertisement