For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુખી લોકો અનામત છોડે ; સુપ્રીમની ટકોરને નેતાઓનું સમર્થન

11:52 AM Feb 09, 2024 IST | Bhumika
સુખી લોકો અનામત છોડે   સુપ્રીમની ટકોરને નેતાઓનું સમર્થન

સમૃદ્ધ થયેલા લોકો અનામત છોડી તેના સમાજના ગરીબોને લાભ આપવા વિચારે : લાલજી પટેલ

Advertisement

સંપન્ન લોકોએ અનામતના લાભ સ્વૈચ્છિક રીતે છોડવા જોઇએ : ગેનીબેન ઠાકોર

ગરીબોના લાભ માટે સદ્ધર લોકોએ અનામતમાંથી બહાર નિકળવુ જોઇએ અને આઇએએસ-આઇપીએસ અધિકારીઓના સંતાનોએ અનામતનો લાભ લેવો જોઇએ નહીં તેવી સુપ્રિમકોર્ટની ટકોરને ગુજરાતના સામાજીક અને રાજકીય આગેવાનોએ આવકારી છે.

Advertisement

સુપ્રીમકોર્ટની ટિપ્પણીને સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. લાલજી પટેલે જણાવ્યું કે અનામતનો લાભ લઇ સમૃદ્ધ થયેલા લોકોએ અનામતમાંથી બહાર નીકળી તેમના સમાજના ગરીબ વર્ગને વધુ લાભ મળે તેવો પ્રયત્ન કરવો જોઈએ.

લાલજીભાઈ પટેલે જણાવ્યું કે, મેં તો વારંવાર કહ્યું છે કે, જે લોકો સમૃદ્ધ થયા હોય સારી પોસ્ટ પર જતા રહ્યાં હોય તેવા લોકો પણ હજુ સુધી તેમના બાળકો માટે અનામતનો લાભ લેતા હોય છે. તેમના સમાજના લોકો આજે છેવાડા ગામમાં વસવાટ કરે છે અને પછાત છે. જેઓ નાની મોટી નોકરી કરતા હોય કે પછી ખેતી કરતા હોય છે. તો આવા લોકોના બાળક માટે વધુ લાભ મળે તો સારૂૂ કહેવાય. સક્ષમ લોકો અનામતનો લાભ નહી લે તો એમના સમાજમાં રહેલા પછાત લોકોને ઉપર આવવાની વધુ તક મળશે.

ધવલસિંહ ઝાલા
સુપ્રીમકોર્ટની ટિપ્પણીને ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, સંપન્ન લોકો અનામતનો લાભ જતો કરે તો ગરીબોને લાભ મળે, લોકોએ આ વિષય પર ચર્ચા વિચારણા કરવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, અનેક સમાજ હજી પણ પછાત છે. સંપન્ન લોકોએ અનામત જતી કરવી જોઈએ.

ગેનીબેન ઠાકોર
ગરીબોના લાભ માટે સદ્ધર લોકોએ અનામતમાંથી બહાર નિકળવું જોઈએ તેમજ અનામતનો લાભ લઈ લીધો હોય તેમણે અન્ય અતિ પછાત માટે જગ્યા કરવી જોઈએ. જે સુપ્રીમકોર્ટની ટીપ્પણી પર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, સુખી સંપન્ન લોકોએ અનામતનો લાભ જતો કરવો જોઈએધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, અનામત કેટેગરીના ગરીબ લોકોને લાભ મળવો જોઈએ. સંપન્ન લોકો માટે કેટેગરી કે આવક બાબતે વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, સમગ્ર દેશમાં જનસંખ્યાની ગણતરી જ્ઞાતિ પ્રમાણે કરવામાં આવે તેમજ વસતીના ધોરણે બજેટ નક્કી કરવાની જોગવાઈ કરવામાં આવે. મોટા સમુદાયના બેલેન્સ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવે તે જરૂૂરી છે.

તેમણે જણાવ્યું કે, ઓબીસી સમાજમાં મોટા હોદ્દા ધરાવતા વ્યક્તિએ અનામત છોડીને જનરલમાં ભરવુ જોઈએ. સ્વૈચ્છિક રીતે અનામતનો લાભ છોડીને ગરીબ પરિવારોને લાભ આપવો જોઈએ. ગેસની સબસિડી જેમ સુખી સંપન્ન લોકોએ ઓબીસી કેટેગરીનો લાભ છોડવો જોઈએ. વધુમાં એમ પણ કહ્યું હતું કે, મકાન સહાયની જેમ અનામતમાં પણ કેટેગરી નક્કી કરવી જોઈએ. ઉદ્યોગપતિ અને કલેક્ટર જેવા લોકોને અનામતનો લાભ મળવો જોઈએ નહી. વર્તમાન સ્થિતિ પ્રમાણે એનાલિસિસ કરી પરિપત્ર બહાર પાડી નિયમો બનાવીને તેનો અમલ કરવો જોઈએ.

Advertisement
Tags :
Advertisement
Advertisement