For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર, એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થન

12:38 PM May 03, 2025 IST | Bhumika
હાપા યાર્ડના વેપારીઓ દ્વારા એક રાષ્ટ્ર  એક ચૂંટણીના પ્રસ્તાવને સમર્થન

જામનગર હાપા માર્કેટીગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર,એક ચૂંટણીના પ્રસ્તાવને લઈને તથા લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાપા માર્કેટિંગ યાર્ડના વેપારીઓ, હોદ્દેદારો દ્વારા પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

Advertisement

આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરમાં નવન નેશન, વન ઈલેકશન બીલ લાગુ થવાથી ચોક્કસ સમય મર્યાદાની અંદર ચૂંટણીઓ થશે જેનાથી દેશને ઘણો ફાયદો થશે. દર થોડા મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ યોજાતી રહે છે. તેની અસર વિકાસના કામ પર પડે છે. આખા દેશની વિધાનસભાઓ અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે થાય તો તેનાથી ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થશે.

આ બેઠકમાં અગ્રણીશ્રી વિનોદભાઈ ભંડેરી, હાપા એપીએમસીના ચેરમેન મુકુન્દભાઈ સભાયા,અગ્રણી કુમારપાળસિંહ રાણા,માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર, હોદ્દેદારો, વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને પ્રસ્તાવને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement