રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હાપા રેલવેના કર્મચારી અને પુત્ર વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયા

12:23 PM Aug 09, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર નજીક હાપા રેલવે કોલોનીમાં રહેતા રેલવેના એક કર્મચારીનો પુત્ર વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયો હતો, અને 10થી 20 ટકાના વ્યાજ દરે રકમ લીધા પછી વ્યાજખોરો રેલવેના કર્મચારી અને તેના પુત્રને હેરાન કરતા હોવાથી મામલો પોલીસમાં લઈ જવાયો છે. જ્યાં ત્રણેય વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક હાપા રેલવે કોલોની માં રહેતા અને રેલવેમાં નોકરી કરતા અશોકગર સોનગર મેઘનાથી એ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને તેમજ પોતાના પુત્ર ને ત્રાસ આપી રાક્ષસી વ્યાજ માંગી હેરાન પરેશાન કરવા અંગે જામનગરમાં મેહુલ પાર્કમાં રહેતા યશપાલસિંહ મનહરસિંહ ઝાલા, હાપા મેઇન બજારમાં રહેતા ચંદુભાઈ ખીમજીભાઈ મકવાણા અને ધુવાવ હાઉસિંગ બોર્ડ કોલોની માં રહેતા ઈકબાલ યુસુફભાઈ ખીરા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી રેલવે કર્મચારીના પુત્ર એ કાર ચલાવવા માટે નાણાં લીધા હતા,પરંતુ તેને ધંધામાં ખોટ જતાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ પાસે કટકે કટકે અલગ અલગ સમયે 10 ટકા થી 20 ટકા જેટલા ઊંચા વ્યાજના દરે રકમ મેળવી હતી.

જે તમામ રકમ અને વ્યાજના પૈસા વગેરે કઢાવવા માટે ત્રણેય વ્યાજખોરો પિતા પુત્રને ધાકધમકી આપી હેરાન પરેશાન કરતા હોવાથી આખરે મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને ત્રણેય સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મની લોન્ડરિંગ એક્ટ સહિતની અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
gujaratgujarat newsHapa railway employee
Advertisement
Next Article
Advertisement