હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એકસપ્રેસ ટ્રેન બે દિવસ રદ
પશ્ચિમ રેલ્વે દ્વારા માહિમ અને બાંદ્રા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટ ના પુનર્નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને 24/25 જાન્યુઆરી 2025 અને 25/26 જાન્યુઆરી 2025 ની મધ્યરાત્રિએ મુખ્ય બ્લોક લેવામાં આવ્યો છે.
આ બ્લોક ના લીધે રાજકોટ ડિવિઝન માં થી પસાર થનારી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
બ્લોકના કારણે આજની ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ - હાપા, 2. 26 જાન્યુઆરીની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ રદ રહેશે. આજની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલીથી શોર્ટ ટર્મિનેટ થશે અને બોરીવલી અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 1) 26 જાન્યુઆરીએ ટ્રેન નંબર 19015 દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ બોરીવલીથી શોર્ટ ઓરીજીનેટ થશે અને દાદર અને બોરીવલી વચ્ચે આંશિક રીતે રદ રહેશે આજની ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 45-50 મિનિટ રેગ્યુલેટ થશે.