અમદાવાદ સિવિલમાંથી મૃતદેહોની સોંપણી શરૂ, 192 એમ્બ્યુલન્સો તૈનાત
39 મૃતકોના ડીએનએ મેચ, રાજ્યના 36 ફોરેન્સિક નિષ્ણાંતો સાથે કેન્દ્રની ટીમ પણ જોડાઇ: ગૃહમંત્રીએ હોસ્પિટલમાં જ બેઠક યોજી
મેડિકલ હોસ્ટેલમાં ફસાયેલા વિમાનનો કાટમાળ ખસેડવા મહાકાય ક્રેઇનો કામે લગાડાઇ, વધુ એક મૃતદેહ મળ્યો
અમદાવાદ વિામન દુર્ઘટનામાં 241 યાત્રીકો સહીત 274 લોકોના મૃત્યુ આંક બાદ હજુ આંકડો વધવાની દહેશત સાથે ડીએનએ પ્રક્રીયા પણ વેગવાન બનાવવામાન આવી છે. રાજય અને કેન્દ્રના એફએસએલ નિષ્ણાંતો દ્વારા રાઉન્ડ ધ કલોક કામગીરી ચાલી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલેથી મૃતદેહો તેમના નિવાસ સુધી પહોંચાડવા 192 એમ્બ્યુલન્સ- શબવાહીની તૈનાત રાખવામાં આવી છે.
બીજી તરફ મેડીકલ હોસ્ટેલમાં ફસાયેલા વિમાનના વિશાળ કાટમાળને ઉતારવા દેવી ક્રેઇનો સાથે આ કામના નિષ્ણાંતોને કામે લગાડવામાં આવ્યા છે. કાટમાળ ખસેડવા માટે આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો છે અને લોકોને સ્થળ પર પ્રવેશબંધી ફરમાવાઇ છે.
વિમાનનો કાટમાળ ઉતારતી વખતે વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ એર હોસ્ટેસનો હોવાની શકયતા દર્શાવાઇ રહી છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં એફએસએલ, ગૃહ વિભાગના અધિકારીઓ, આઇબીના આઇજીપી, ગૃહ સચીવ, સિવિલના અધિકારીઓ વિગેરે સાથે બેઠક યોજી કામગીરીની સમીક્ષા કરી હતી.
અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થતા 241 મુસાફરો સહિત અનેકના મોત નિપજ્યા છે. આ ઘટનાના ત્રીજા દિવસે મૃતકો પૈકી 39 ની ઓળખ કરી લેવામાં આવી છે. અને તેમના મૃતદેહોને પરિજનોને સોંપવામાં આવનાર હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં 270 થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના બાદથી ફાયર વિભાગ તથા અન્ય ટુકડીઓ દ્વારા મુસાફરોના જે તે હાલતમાં મૃતદેહો રેસ્ક્યૂ કરીને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં તેમના મૃતદેહોના ડીએનએ લેવામાં આવ્યા હતા. બીજી બાજુ મૃૃતકોના પરિજનોના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતકો પૈકી 39ની ઓળખ થઇ ગઇ છે. આ મૃતદેહોને તેમના પરિજનોને સોંપવામાં આવનાર છે.
મૃતદેહો પહોંચાડવા 100 કોફિન બોકસનો ઓર્ડર
અમદાવાદમાં તાજેતરમાં થયેલી દુ:ખદ પ્લેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના મૃતદેહોને તેમના નિવાસસ્થાને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા હિલ મેમોરિયલ કમ્પાઉન્ડ ખાતે કોફિન બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે અમદાવાદથી સૂચનાઓ મળી છે અને ગુજરાત સરકારની સૂચનાઓ આધારે 100 નંગ કોફિન બોક્સ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવશે. જ્યાંથી આગળની કાર્યવાહી કરીને મૃતદેહોને તેમના વતન રવાના કરવામાં આવશે.
આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનાર શોકગ્રસ્ત પરિવારજનોને મૃતદેહ સહીસલામત મળે તે સુનિશ્ચિત કરવા આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યમાં નવીન રજવાડી અને તેમની મિત્રોની ટીમે રાત-દિવસ અથાક મહેનત કરીને કોફિન બોક્સ તૈયાર કર્યા છે .
રાજ્ય અને કેન્દ્રની એફએસએલ ટીમ 24 કલાકથી કાર્યરત: હર્ષ સંઘવી
અમદાવાદમાં એર ઈન્ડિયાની અ-171 ફ્લાઈટ અકસ્માતગ્રસ્ત થઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં કુલ 256 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાંથી 241 પેસેન્જર્સ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. આ મૃતકોના મૃતદેહોને પરિવારને સોંપવા માટે યુદ્ધના ધોરણે DNA ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. રાજ્ય સરકારનો FSL વિભાગ અત્યારે ખડે પગે ફરજ બજાવી રહ્યો છે. આ DNA મેચિંગ પ્રક્રિયા સંદર્ભે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ એક રીવ્યૂ મીટિંગ યોજી છે. આ મીટિંગમાં તેમણે DNA મેચિંગ પ્રક્રિયા વિશે અપડેટ્સ મેળવ્યા છે. તેમણે જણાવ્યું કે, FSL ખાતે ગઈકાલથી ક્રમશ: સેમ્પલ લવાઈ રહ્યા છે. ઋજકની ટીમ સતત 24 કલાક કામ કરી રહી છે. 36 ફોરેન્સિક એક્સપર્ટ્સ કામ કરી રહ્યા છે. હવે ભારત સરકારના FSL વિભાગના કર્મચારીઓ પણ જોડાઈ રહ્યા છે. જેનાથી આ DNA ટેસ્ટિંગ પ્રક્રિયાને વેગ મળશે અને વિના વિલંબે મૃતદેહોની સોંપણી પરિવારજનોને કરી શકાશે.