હળવદના વેપારીનો લમણે ગોળી ધરબી આપઘાતનો પ્રયાસ
02:24 PM Jun 03, 2025 IST
|
Bhumika
Advertisement
હળવદમાં અગ્રણી વેપારી અને રાજકીય ધરોબો ધરાવતા કિશોરભાઈ ઉર્ફે બકાભાઈ ઠક્કરે ગત મોડી સાંજે પોતાના લમણે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હોવાની જાણકારી મળી રહી છે.
Advertisement
વધુમાં હળવદ પીઆઈ આર.ટી વ્યાસ સાથે માહિતી મેળવતાં જણાવ્યું હતું કે ગત કાલે સાંજે કિશોર ભાઈ ઉર્ફે બકાભાઈ ઠક્કરે પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો અને તેમની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી છે અને જેમાં એકલાવયુ જીવનથી કંટાળી તેમજ મરજીથી ગોળી મારી આત્મહત્યાનો કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું પરંતુ હળવદ તાલુકાના અગ્રણી વેપારી અને ભવાની ગૃપના બકાભાઈ ઠક્કરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે હાલતો પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
Next Article
Advertisement