રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યના 53 તાલુકામાં અડધાથી દોઢ ઈંચ વરસાદ

03:47 PM Oct 12, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વિગતવાર સમજીએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકમાં વાલીયામાં વરસ્યો અઢી ઈંચ, નવસારીમાં દોઢ ઈંચ, સુરતના મહુવામાં સવા ઈંચ, તાપીના વાલોડમાં સવા ઈંચ, સુરતના કામરેજમાં એક ઈંચ, સુરતના માંગરોળમાં એક ઈંચ, ઓલપાડમાં પોણો ઈંચ, ક્વાંટમાં પોણો ઈંચ, પલસાણામાં પોણો ઈંચ, જલાલપોરમાં અડધો, નાંદોદમાં અડધો ઈંચ, આહવા, સુરત શહેરમોં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદ વરસી શકે છે… તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonrain
Advertisement
Next Article
Advertisement