For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાદર સહિત 31 ડેમોમાં અડધાથી 8 ફૂટ નવાં નીર

05:06 PM Jul 17, 2024 IST | admin
ભાદર સહિત 31 ડેમોમાં અડધાથી 8 ફૂટ નવાં નીર

આજી-2, ભાદર-2, મચ્છુ-3 અને ડોંડી ડેમના દરવાજા 2થી 6 ફૂટ ખોલાતા હેઠવાસના ગામોને સાવચેત કરાયા, ન્યારી-2 70 ટકા ભરાયો

Advertisement

સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા અડધાથી 6 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. સાત જિલ્લાઓના 31 ડેમોમાં અડધાથી 8 ફૂટ નીર આવ્યા છે. જ્યારે આજી-2, ભાદર-2, મચ્છુ-3 અને ડોંડી ડેમના દરવાજા બે થી 6 ફૂટ ખોલવામાં આવ્યા હતાં. જ્યારે ન્યારી-2 ડેમ 70 ટકા ભરાઈ જતાં હેઠવાસના તમામ ગામોને સાવચેત કરી નદીના પટમાં અવર જવર ન કરવાની સુચના સિંચાઈ વિભાગ દ્વારા આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ગઈકાલે સાંજથી પડેલા ભારે વરસાદના પગલે 31થી વધુ ડેમોમાં અડધાથી 8 ફૂટ નવા નીરની આવક થઈ છે. છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રવાસીઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવામાન ખાતાની આગાહીના પગલે ગઈકાલે સાંજથી વરસાદનો નવો રાઉન્ડ સરૂથતાં અનેક તાલુકાઓમાં મુસળધાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં 2.20 ફૂટ, મોજ 0.43, ફોફળ 1.57, આજી-1 0.75, આજી-3 0.85, સુરવો 0.33, ન્યારી-1 0.66, ન્યારી-2 1.97, ફાડદંગબેટી 8.04, છાપરવાડી-2 1.31, કરમાળ 6.56, કરણુકી 4.59 તેમજ મોરબી જિલ્લાના મચ્છુ-2માં 0.30 ફૂટ નવા નીરની આવક થઈ છે.

Advertisement

જામનગર જિલ્લાના આઠ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. જેમાં સસોઈ 1.21, પન્ના 0.99, સપડા 1.94, ફુલઝર-2 3.94, ઉંડ-3 1.15, રંગમતી 3.94, ઉંડ-1 4.59, વાડીસંગ 1.38 અને રૂપારેલ ડેમમાં 1.77 ફૂટ વરસાદી પાણીની આવક નોંધાઈ છે. જ્યારે દ્વારકા જિલ્લાના 6 ડેમમાં વરસાદી પાણીની આવક મુજબ ધી ડેમમાં 0.82, વર્તુ-1 1.31, વર્તુ-2 0.49, સેઢાભાડસરી 2.85, સીંઘણી 1.48 અને વેરાડી-2માં 1.15 નવા નીર આવ્યા છે. તેમજ પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં અડધા ફૂટની આવક જોવા મળી છે. જ્યારે અમરેલી જિલ્લાના એક માત્ર સાકરોલી ડેમમાં 0.37 ફૂટ નવા નીરની આવક જોવા મળી છે. ગઈકાલના ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 31 ડેમોમાં નોંધપાત્ર 8 ફૂટ સુધીની પાણીની આવક જોવા મળી છે. જેના કારણે ખેતી માટે મોટો ફાયદો જોવા મળ્યો છે. બોર અને કુવાના તળ ઉંચા આવતા ખેડુતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે આજે અને આવતી કાલે વધુ વરસાદ વરસવાની શક્યતા જોવાઈ રહી છે. જેના પગલે સૌરાષ્ટ્રના વધુ ડેમોમાં વરસાદી પાણીની આવક થવાની સંભાવના જોવાઈ રહી છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર-1 ડેમમાં હાલમાં વરસાદી પાણીની આવક સતત ચાલુ હોય ડેમનું લેવલ વધવાની શક્યતા સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement