GCASના ધાંધિયાથી સરકારી યુનિવર્સિટીમાં અડધો-અડધ બેઠક ખાલી
નવિ શિક્ષણ નિતિ અંતર્ગત વિદ્યાર્થી કોઇપણ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી શકે છે. પ્રવેશ માટે સરકાર દ્વારા કોમન પોર્ટલ જીકાસ લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ લોન્ચ થયા બાદ સતત એરર આપતા વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારે હાલાકી પડી રહી હતી જેનાથી વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટી તરફ વવ્યા હતા. શિક્ષણ વિભાગને જ્ઞાન થતા ઓફલાઇનની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે અને સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં મોટાભગની સીટો ખાલી રહી ગઇ છે.
જીકાસના ઓનલાઇન ધાંધિયા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં બીએ, બી.કોમર્સ, બીબીએ, બીસીએ સહિતના કોર્સમાં ઓફલાઈન પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બીબીએ-બીસીએની 1, 400 જેટલી બેઠકો ખાલી હોવાનું જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં બીબીએની કુલ 2,287 બેઠકમાંથી 2,218 બેઠકમાં પ્રવેશ થતાં 662 જેટલી બેઠક ખાલી હોવાનું જાણવા મળ્યું છે.
તો આવી જ રીતે બીસીએમાં 2,880 બેઠક સામે 1,502 બેઠકમાં પ્રવેશ ક્ધફર્મ થતાં 785 જેટલી બેઠક ખાલી પડી હોવાનું પ્રવેશ સમિતીના સૂત્રો જણાવી રહ્યાં છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, પૂરક પરીક્ષાના પરિણામ બાદ યુજી કોર્સિસ માટે જીકાસ પોર્ટલમાં નવું રજિસ્ટ્રેશન શરૂૂ કરવામાં આવશે.