ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એસ.ટી.બસ ડેપોમાં અડધો-અડધ પંખા બંધ

04:41 PM Jun 05, 2025 IST | Bhumika
Advertisement

કોન્ટ્રાકટ અને સિનિયર ડેપો મેનેજર પર દંડનીય કાર્યવાહી કરવા એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિની ઉચ્ચકક્ષાએ રજૂઆત

Advertisement

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઊંધાડ, મયુરભાઈ શાહ, હબીબભાઈ કટારીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભરમાંથી બસોની આવન જાવન રહે છે. હજારો મુસાફરો ની અવર જવર વચ્ચે રાજકોટ એસ.ટી બસ પોર્ટ પર પ્લેટફોર્મ નંબર 1,5,9,11, 15,19,20,21 અને 22 પ્લેટફોર્મ પર પંખાઓ છે જ નહીં જે અંગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોએ નોંધવાની ફરિયાદ પોથી (પરિશિષ્ટ અ) મુજબ તારીખ 11/4/2025 ફરિયાદ નંબર 016830 થી ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ પણ તારીખ 23/4/25 અને તારીખ 30/4/25 સિનિયર ડેપો મેનેજર રાજકોટને સાઈડમાં પંખા મૂકવા અંગે લેખિત રજૂઆત કરવામાં આવેલ હતી. જે માંગ સ્વીકારવામાં આવી નથી. ગઈકાલે તારીખ - 04/06/25 ના અડધો અડધ (50%) પંખા બપોરના ત્રણ કલાકે બંધ હતા.

ચાલુ પંખા ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાંથી સુપરવાઇઝર કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવામાં આવે છે અને મુસાફરોને પંખાની હયાત સુવિધા ઝુંટવી લેવામાં આવી રહી છે અને તેમ છતાં ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ અને ટ્રાફિક કંટ્રોલર પોતાની ફરજમાં બેદરકારી અને લાપરવાહી દાખવતા હોવાને પગલે પંખાઓ શરૂૂ કરવામાં આવતા નથી મુસાફરે આ અંગે ગજેન્દ્રસિંહ ઝાલા ને ટેલિફોનીક ફરિયાદ કરતાની સાથે તેઓ રૂૂબરૂૂ એસ.ટી બસ પોર્ટ પર દોડી ગયા અને ટ્રાફિક કંટ્રોલરને અને ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ જેન્તીભાઈ સોલંકીને ફરિયાદ કરતાની સાથે જવાબદાર સુપરવાઇઝર બોલાવી તમામ પંખાઓ શરૂૂ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં એસ.ટીમાં વેકેશનને પગલે 21 કરોડની આવક થઈ છે.

અને એસ.ટી દ્વારા ટૂંકા ગાળામાં 35% ભાડા વધારા સાથે 1500 કરોડની આવક તંત્રને થઇ રહી છે અને તેમ છતાં મન પડે ત્યારે પીવાનું પાણી બંધ કરી દેવામાં આવે, મન પડે ત્યારે ચાલુ પંખાઓ બંધ કરી દેવામાં આવે છે. બંધ પંખાઓને પગલે મુસાફરોને કલાકો સુધી જ્યારે ગરમીમાં શેકાવું પડ્યું અને પરસેવે રેબઝેબ થયા તે અંગે જવાબદાર કોણ ? તેની સ્પષ્ટતા અધિકારી અને કોન્ટ્રાક્ટર કરે બસ પોર્ટ ના ચારમાંથી બે પંખાઓ બંધ કરી દેવાયા તે અંગે એસ.ટી બસ પોર્ટ ના સીસી ફૂટેજ મેળવી જવાબદાર કોન્ટ્રાક્ટર અને રાજકોટના સિનિયર ડેપો મેનેજર ઘનશ્યામભાઇ હરિભાઈ ચગને દંડનીય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત એસ.ટી ના એમ.ડી, રાજકોટ વિભાગીય નિયામકને લેખિતમાં મુસાફર હિતરક્ષક સમિતિના ઉપરોક્ત આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન નંબર 94262 29396.

Tags :
gujaratgujarat newsrajkotRajkot Bus Portrajkot news
Advertisement
Next Article
Advertisement