પ્રદર્શન ગ્રાઉન્ડમાં હાલારીઓ માણી શકશે 15 દિ’ શ્રાવણી મેળો
સ્ટેન્ડિંગમાં જાહેરાત : સ્વચ્છતા માટે 20.79 લાખ ખર્ચાશે, રાઈડ એરિયા 10 વર્ષ માટે ભાડે આપવા મંજૂરી : વિવિધ વોર્ડમાં કરોડોના વિકાસ કામોને લીલીઝંડી અપાઈ
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડિંગ કમિટી ની મીટીંગ તા. 10-07-2025 ના નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 10 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની ઉપસ્થિત રહ્યાં હતા.
સ્વચ્છ ભારત મિશન 2.0 દરમ્યાન સ્વચ્છતા સર્વેક્ષણ તથા ગાર્બેજ ફ્રી સીટી સ્ટાર રેટીંગ માટે ક્ધસલ્ટન્ટની નિમણુંક કરવા અંગે રૂૂા. 20.79 લાખ, એમ્યુઝમેન્ટ પાર્ક માં રાઈડ એરીયા 10 વર્ષ માટે લીઝ પીરીયડથી ભાડે આપવાના કામ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત ને મંજૂરી આપવામાં આવતા તેમાં થી રૂૂ. રૂૂા.17.51 લાખ ની વાર્ષિક આવક થશે. મ્યુનિ. સભ્ય ની ડીમાન્ડ અન્વયે લોકભાગીદારી ની સ્કીમ અંતર્ગત વોર્ડ નં. 09 માં સોની બજાર તથા વાઘેશ્વરી માતાજીના મંદિર થી કવૈયા દાંતક્ષના દવાખાના સુધી , કવૈયા દાંતના દવાખાનાથી ચોરીવાળા દેરાસર સુધી પાઈપ ગટર/ભુગર્ભ ગટર બનાવવાના કામ માટે રૂૂા. 23.25 લાખ , નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના મંજુર થયેલા આર.સી. પોઈન્ટ પૈકી નવા પોઈન્ટ ઉપર વધારા ની સીકયોરીટી વ્યવસ્થા ના ખર્ચ માટે રૂૂા. 42.06 લાખ , જામનગર મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવન માં એકસ આર્મીમેન ગાર્ડ તથા મહિલા ગાર્ડ ની સેવાઓ માટે રૂૂા. 10.01 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ રોડ વર્કસ (મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવા ના કામ માટે રૂૂા. 7.5 લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બીજ વર્કસ ના કામ માટે રૂૂા. પ લાખ , સીવીલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. 1, 6 અને 7) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફીક વર્કસના કામ અંગે રૂૂા. 5 લાખ , અને સીવીલ ઈસ્ટ ઝોન વોર્ડ નં. 11 માં મહાપ્રભુજીની બેઠક પાસે ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ બનાવવા માટે. રૂૂા. 27 લાખ ના ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
જ્યારે એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાને થી રજૂ કરવામાં આવી હતી .જેમાં મહા નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ યોજાતા શ્રાવણી મેળા નું પ્રદર્શન ગ્રાઉન્ડ માં તા. 10-08-2025 (શ્રાવણ વદ-1) થી તા. 24-08-2025 (ભાદરવા સુદ એકમ) સુધી (દિવસ-15) યોજવા નિર્ણય લેવાયો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા દસ દિવસ માટેના શ્રાવણી મેળાની દરખાસ્ત તૈયાર કરીને મૂકવામાં આવી હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ પ્રતિવર્ષ યોજાતા શ્રાવણી મેળાને આ વખતે પણ દસ દિવસ ને બદલે 15 દિવસ માટે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેથી હવે પ્રદર્શન મેદાનમાં જ 15 દિવસ માટેનો શ્રાવણી મેળો યોજાશે.
અત્રે ઉલ્લેખનીએ છે કે પ્રદર્શન મેદાનના અડધા ભાગમાં એસ.ટી. ડિવિઝન આવી ગયું છે, અને હંગામી એસટી બસ ડેપો કાર્યરત છે, જયારે તેમાં બાકી રહેલી જગ્યામાં શ્રાવણી મેળાનું આયોજન કરાશે. ઉપરાંત પાર્કિંગ વગેરેના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે પ્રદર્શન મેદાનની સામે જ આવેલા વિદ્યોતેજક મંડળના ગ્રાઉન્ડમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, તેવું જાણવા મળી રહ્યું છે.