ગુરુકુળ ખાતે ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાયો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ઢેબર રોડ રાજકોટ ખાતે શરદપૂર્ણિમાનો ઉત્સવ અને ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો 239મો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવેલ. પ્રારંભમા સ્વામિનારાયણ ભગવાનનું મહંત સ્વામીએ તુલસીદલથી જનમંગલ સ્તોત્ર દ્વારા પૂજન કરેલ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, ત્રંબાના વિદ્યાર્થીઓએ મણીયારો રાસની રમઝટ બોલાવી હતી, બાદમાં ભાયાવદર ગુરુકુલના વિદ્યાર્થીઓએ નવીન ઠેસ રાસ રજૂ કર્યો હતો.આ પ્રસંગે રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટના વિદ્યાર્થીઓએ થનગનાટ ભર્યા ઢાલ તલવારના રાસ સાથે તલવારોના વિવિધ દાવો પ્રસ્તુત કરેલ, જેને જોઈને સહુ આશ્ચર્યચકિત થયા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સત્સંગ યુવક મંડળના યુવાનોએ કાઠીયાવાડમાં એક સમયના પ્રખ્યાત વાલેરા વરુ નું રૂૂપક રજૂ કરેલ. વાલેરા વરુને ગુણાતીતાનંદ સ્વામીનો સંગ થવાથી ફક્ત સાત દિવસમાં ગરાસ અપાવેલો અને જેના નામથી પ્રજા થરથરતી હતી એવા આ વાલેરા વરુ પછી સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભક્ત બને છે, તેની ખુબ જ સરસ નાટક દ્વારા રજૂઆત કરી હતી. કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ તેમના વક્તવ્યમાં જન્મજ્યંતી નિમિતે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના પાવન પ્રસંગો વર્ણવ્યા હતા. ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતાં.
આ તકે ગુરુકુલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નૂતન દિવાળી કેલેન્ડરનું વિમોચન સદગુરુ સંતોના હાથે કરવામાં આવ્યું હતું. હરિપ્રિયદાસજી સ્વામીએ એક બુંદ પ્રોજેક્ટ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પશાસ્ત્રીજી મહારાજે ફક્ત 1 રુપિયામાં બાળકોને ભણાવ્યા હતા. હાલની મોંઘવારીમાં પણ 77 વર્ષ બાદ પણ રાજકોટ ગુરુકુલમાં ફક્ત 1 રુપિયા પ્રતિદિન લવાજમમાં વિદ્યાર્થીઓને ભણતર સાથે સંસ્કારો મેળવી રહ્યાં છે.
આ વિદ્યાદાનનું સદાવ્રત અવિરત ચાલુ રહે અને હજારો જરૂૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો રહે તે હેતુથી ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા આ કાર્યમાં સહયોગી બનવા માટે પએક બુંદથ પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવેલ છે. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ જોડાઈ રહ્યા છે. આ તકે એક બુંદ પ્રોજેક્ટમાં જોડાયેલા હરિભક્તોને નૂતન કેલેન્ડર આપી ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા હતા. શરદપૂર્ણિમા ઉત્સવમાં વિવિધ ગુરુકુલોમાંથી પધારેલા સંતો નારાયણદાસ સ્વામી , કૃષ્ણપ્રિય સ્વામી, રામાનુજ સ્વામી, કૃષ્ણસ્વરૂૂપદાસજી સ્વામી, ગોવિંદ સ્વામી, જ્ઞાનજીવનદાસજી સ્વામી, આનંદપ્રિય સ્વામી વગેરે સંતો યજમાનશ્રીઓ અને હરિભક્તોએ ભગવાન શ્રી સ્વામિનારાયણની ચાર આરતીઓ ઉતારી ધન્યતા અનુભવેલ. અંતમાં ભગવાનને દૂધ પૌવાનો પ્રસાદ ધરાવ્યા બાદ સહુ ભાવિક ભક્તો, વિદ્યાર્થીઓ તેમજ મહિલા ભકતોએ દૂધ પૌઆના પ્રસાદનો આસ્વાદ માણ્યો હતો.