રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજકેટ પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત લેઇટ ફી સાથે તા.15 જાન્યુ. સુધી વધારી

04:07 PM Jan 08, 2025 IST | Bhumika
Advertisement

સતત બીજી વખત પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા તક અપાઇ

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્જીનીયરીંગ, ડીગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા એ, બી અને એબી ગ્રુપના ધો.12 વિજ્ઞાનપ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ)-2025ની પરીક્ષા તા. 23ને રવિવારના રોજ યોજાનાર છે.

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2025 માટેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સુચનાઓ બોર્ડની વેબસાઇટ લીષભયિ.ંલતયબ.જ્ઞલિ પર મુકવામાં આવેલ છે.

ગુજકેટ-2025ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી ONLINE ભરવાની અંતિમ તા. 07/01 સુધી લંબાવવામાં આવેલ હતી. જે હવે પછીથી રૂૂા. 1000 લેઇટ ફી સાથે તા. 15/1 સુધી લંબાવવામાં આવે છે. જેની શાળાના આચાર્યો/વાલીઓ/વિદ્યાર્થીઓએ નોંધ લેવા જણાવ્યું છે.
ગુજકેટની પરીક્ષા ફી રૂૂા. 350/- 1000 રૂૂા. લેઇટ ફી મળી કુલ 1350/- રૂૂા. SBI Epay System (Credit Card, Debit Card, Net Banking) દ્વારા અથવાSBIEpay ના Branch Payment દ્વારા દેશની કોઇપણ એસબીઆઇ બ્રાન્ચમાં ભરી શકાશે.

 

Tags :
gujaratgujarat newsGUJCET exam formstudents
Advertisement
Next Article
Advertisement