For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં આવતીકાલે 49 કેન્દ્ર પર લેવાશે ગુજકેટની પરીક્ષા

04:03 PM Mar 30, 2024 IST | Bhumika
રાજકોટમાં આવતીકાલે 49 કેન્દ્ર પર લેવાશે ગુજકેટની પરીક્ષા

ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તારીખ 31 માર્ચને રવિવારે યોજવામાં આવશે. આ વર્ષે ગુજરાતમાં ગુજકેટમાં કુલ 1.37 લાખ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટીવીથી સજ્જ હોય તેની ચકાસણી કરવા પણ સ્થળ સંચાલકોને તાકીદ કરાઈ છે. આ પરીક્ષામાં રાજકોટ જિલ્લાના 49 કેન્દ્રો પરથી 9,826 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. રાજકોટમાં કાલે કુલ 49 બિલ્ડિંગ, 493 બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જેમાં 5857 વિદ્યાર્થીઓ અને 3969 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.

Advertisement

ગુજકેટની પરીક્ષામાં નએથ ગ્રૂપમાં 4,174, ઇ ગ્રૂપમાં 5,645 વિદ્યાર્થીઓ, અઇ ગ્રૂપના 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં તા. 31મી માર્ચે સવારે 10:00થી 12:00 ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1:00થી 2:00 જીવવિજ્ઞાન તો બપોરે 3:00થી 4:00 વાગ્યા દરમિયાન ગણિતનું પેપર લેવામાં આવશે. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના અને 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 પ્રશ્નો, 80 ગુણ અને 120 મિનિટનો સમય આપવામાં આવશે. આન્સરશિટ પણ 80 પ્રત્યુત્તર માટેની રહેશે. જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જે માટેની ઓએમઆર આન્સરશિટ પણ અલગ આપવામાં આવશે. એટલે કે જીવવિજ્ઞાન અને ગણિતમાં પ્રત્યેકમાં 40 પ્રશ્નોના 40 ગુણ અને 60 મિનિટનો સમય આપવામાં આવશે. રાજ્યભરમાં 1.37 લાખ જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આપશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement