ગુજરાતનો નાયગ્રા ગીરા ધોધ સોળે કળાએ ખીલ્યો
01:40 PM Jun 20, 2025 IST | Bhumika
સહ્યાદ્રી પર્વતમાળામાં ડાંગ જિલ્લામાં ચોમાસાની મોસમ દરમિયાન અંબિકા નદીનો ગીરા ધોધ પોતાના ભવ્ય સ્વરૂૂપમાં જોવા મળી રહ્યો છે. વઘઈથી 4 કિલોમીટર દૂર આંબાપાડા ગામ નજીક સ્થિત આ ધોધ 25 મીટરની ઊંચાઈ અને 300 મીટરની પહોળાઈમાં વિસ્તરેલો છે. સાપુતારાથી નીકળીને બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળતી અંબિકા નદી પર આવેલો આ ધોધ ગુજરાતના નાયગ્રા તરીકે પણ ઓળખાય છે. ચોમાસાના ચાર મહિના દરમિયાન અવિરત વહેતો આ ધોધ પાણીની માત્રા ઘટતાં બે ભાગમાં વહેંચાઈ જાય છે.
Advertisement
Advertisement