For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતની જાન્યુઆરીની જીએસટી અને વેટની આવક રૂા.8922 કરોડ

02:11 PM Feb 02, 2024 IST | Bhumika
ગુજરાતની જાન્યુઆરીની જીએસટી અને વેટની આવક રૂા 8922 કરોડ

ગુજરાત રાજ્ય ધીમે-ધીમે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ અનુસાર જાન્યુઆરી 2024માં રાજ્યની જીએસટી અમલીકરણ બાદ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે. સરકારે જાન્યુઆરી 2024માં જીએસટી અને વેટ થકી કુલ 8922 કરોડ રૂૂપિયાની આવક મેળવી છે.

Advertisement

જીએસટી અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલ મહિનામાં સૌથી ઊંચી માસિક આવક થઈ હતી. આમ, જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જ પ્રથમ અને દ્વિતીય ક્રમની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે.

જીએસટી હેઠળ રાજ્યની જાન્યુઆરી-2024માં રૂૂપિયા 5861 કરોડ રૂૂપિયાની આવક ભેગી કરી છે. જે ડિસેમ્બર-2023માં થયેલ 5082 કરોડ રૂૂપિયા કરતાં 15% વધારે છે. તો બીજી તરફ રાજ્યને વેટ હેઠળ 3061 કરોડ રૂૂપિયાની આવક થઈ છે. જે ડિસેમ્બર 2023માં વેટ હેઠળ થયેલ આવક 2792 કરોડ રૂૂપિયા કરતાં 10% વધારે છે.ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યને જીએસટી અને વેટથી કુલ 89,765 કરોડની આવક થઈ છે જે રાજ્ય કરવિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક 1,05,876 કરોડનાં 85% છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement