ડ્રગ્સ ટેસ્ટમાં ફેલ ગુજરાતની કંપનીઓની ભાજપ પર ધનવર્ષા
- જુદી જુદી ફાર્મા કંપનીઓએ ચૂંટણી બોન્ડ ખરીદી ભાજપને કરોડોનું દાન આપ્યાનો પર્દાફાશ
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટરોલ બોન્ડ સાથે જોડાયેલો તમામ ડેટા ચૂંટણી પંચને સોંપી દીધો હતો. ચૂંટણી પંચ દ્વારા આ ડેટા પોતાની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો છે. દેશની અનેક કંપનીઓએ રાજકીય પાર્ટીઓને કરોડો રૂૂપિયાનું ફંડ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપ્યું છે. આ વચ્ચે ડેટામાં સામે આવેલી વિગત પ્રમાણે 23 ફાર્મા કંપનીઓ અને એક સુપર સ્પેશિલિટી હોસ્પિટલે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા 762 કરોડનું દાન રાજકીય પાર્ટીઓને આપ્યું છે. જેમાં ગુજરાતની કેટલીક ફાર્મા કંપનીઓ સામેલ છે.
એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતની કેટલીક ફાર્મા કંપનીઓના નામ સામે આવ્યા છે, જેણે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા રાજકીય પાર્ટીઓને મોટી રકમ આપી છે. પરંતુ અહીં એક ચોંકાવનારી વિગત સામે આવી કે જે દવા કંપનીઓઓએ કરોડો રૂૂપિયાના બોન્ડ ખરીદી રૂૂપિયા રાજકીય પાર્ટીઓને દાનના રૂૂપમાં આપ્યા છે તે કંપનીઓની કેટલીક દવાઓ ટેસ્ટમાં ફેલ ગઈ છે. એવી ગુજરાતી કંપનીઓ પણ છે.
ટોરેન્ટ ફાર્મા કંપનીનું મુખ્યાલય અમદાવાદમાં છે. વર્ષ 2018થી 2023 વચ્ચે આ કંપનીએ બનાવેલી ત્રણ દવાઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. આ કંપનીએ 7 મે 2019થી 10 જાન્યુઆરી 2024 વચ્ચે 77.5 કરોડ રૂૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. આ 77.5 કરોડ રૂૂપિયામાંથી 61 કરોડ રૂૂપિયા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવ્યા હતા. સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાને આ કંપનીએ 7 કરોડ અને કોંગ્રેસને 5 કરોડ રૂૂપિયા આપ્યા હતા.
સિપ્લા લિમિટેડ ગુજરાતી કંપની છે પરંતુ તેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે. વર્ષ 2018થી 2023 વચ્ચે આ કંપનીએ બનાવેલી જ દવાઓ સાત વખત ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. આ કંપનીએ કુલ 39.2 કરોડ રૂૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. તેમાંથી 37 કરોડ ભાજપ તો 2.2 કરોડ કોંગ્રેસને આપ્યા હતા.
સનફાર્મા લેબોરિટરીઝનું મુખ્યાલય મુંબઈમાં છે. વર્ષ 2020 અને 2023 વચ્ચે છ વખત આ કંપનીએ બનાવેલી દવાઓ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી. 15 એપ્રિલ 2019 અને 8 મેએ આ કંપનીએ કુલ 31.5 કરોડના બોન્ડ ખરીધા હતા અને બધા ભાજપને દાનમાં આપ્યા હતા.
વર્ષ 2021માં બિહારના ડ્રગ રેગુલેટરે આ કંપની દ્વારા બનાવવામાં આવેલી રેમડેસિવિર દવાઓની એક બેચમાં ગુણવત્તાની કમીની વાત કહી હતી. રેમડેસિવિરનો ઉપયોગ કોરોનાની સારવારમાં ખુબ કરવામાં આવ્યો હતો. 10 ઓક્ટોબર 2022 અને 10 જુલાઈ 2023 વચ્ચે આ કંપનીએ 29 કરોડના બોન્ડ ખરીદ્યા હતા. તેમાંથી 18 કરોડ રૂૂપિયા ભાજપને, 8 કરોડ રૂૂપિયા સિક્કિમ ક્રાંતિકારી મોર્ચા અને 3 કરોડ કોંગ્રેસને આપ્યા હતા.
ઈન્ટાસ ફાર્માસ્યુટિકલ્સનું મુખ્યાલય અમદાવાદમાં છે. જુલાઈ 2020માં આ કંપનીએ બનેવેલી દવા એનાપ્રિલ ડ્રગ ટેસ્ટમાં ફેલ થઈ હતી.
અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સનું મુખ્યાલય વડોદરામાં છે. આ કંપનીએ 10 નવેમ્બર 2022 અને 5 જુલાઈ 2023 વચ્ચે 10.5 કરોડ રૂૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. આ બધા બોન્ડ ભાજપને આપ્યા હતા.