For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

IIFAમાં ગુજરાતીઓનો ડંકો, ત્રણ એવોર્ડ જીત્યા

01:32 PM Mar 11, 2025 IST | Bhumika
iifaમાં ગુજરાતીઓનો ડંકો  ત્રણ એવોર્ડ જીત્યા

જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ સેરેમની યોજાય હતી. જયપુર ખાતે આયોજિત સેરેમનીમાં ગુમ થયેલી ક્ધયા પર આધારિત ફિલ્મ લાપતા લેડીઝ એ સૌથી વધુ 10 એવોર્ડ જીત્યા. આપણા માટે આ સેરેમની ખાસ બની કારણ કે પહેલીવાર ત્રણ એવોર્ડ ગુજરાતના ફાળે આવ્યા છે. બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ માટે જાનકી બોડીવાલા, બેસ્ટ સ્ક્રિનપ્લે માટે સ્નેહા દેસાઈ અને બેસ્ટ ડાયલોગ્સ માટે મોનાલ ઠાકરે એવોર્ડ જીત્યો છે. બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કિરણ રાવ અને આમિર ખાનને લાપતા લેડીઝ માટે મળ્યો. કાર્તિક આર્યનને ભૂલ ભુલૈયા 3 માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ અને નિતાંશી ગોયલને લપતા લેડીઝ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. રાકેશ રોશનને આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઓફ ઈન્ડિયન સિનેમાનો એવોર્ડ મળ્યો હતો.

Advertisement

રાજકોટના મોનાલનો IIFA માં જલવો મોનાલ ઠાકર કે જે મૂળ રાજકોટનો છે, જેને આર્ટીકલ 370 ના ડાયલોગ્સ લખ્યા છે IIFAમાં બેસ્ટ ડાયલોગ્સની કેટેગરીમાં મોનાલ ઠાકર અને આદિત્ય સુહાસ જાંભલે એવોર્ડ જીત્યો, મોનાલે જ્યારે એવોર્ડ રિસીવ કર્યો ત્યારે તેણે સ્પીચની શરૂૂઆતમાં જ આર્ટીકલ 370 આખી ટીમ અને દેશના સૈન્ય જવાનોનો આભાર માન્યો. બાદમાં માતા-પિતા અને ભાઈનો આભાર માનતા પોતાની સ્પીચ પૂર્ણ કરી હતી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement