For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતની મહિલાઓનો ડંકો, આઇટી ભરવામાં દેશભરમાં બીજા નંબરે

04:01 PM Nov 26, 2024 IST | Bhumika
ગુજરાતની મહિલાઓનો ડંકો  આઇટી ભરવામાં દેશભરમાં બીજા નંબરે
Advertisement

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. અને સૌથી વધુ ઇન્કમટેકસ ચૂકવવામાં ગુજરાતની મહિલા વ્યવસાયિકો બીજા નંબરે પહોંચી ગઇ છે. છેલ્લા નાણાકિય વર્ષમાં જ ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યામાં 12 ટકાનો વધારો નોંધયો છે. અને દેશભરમાં ગુજરાત બીજા સ્થાને પહોંચી ગયુ છે.

ગુજરાતમાં મહિલા કરદાતાઓની સંખ્યા એક વર્ષમાં 12 ટકા વધીને 22.50 લાખ થઇ ગઇ છે. નાણાકીય વર્ષ 2023-24માં સૌથી વઘુ મહિલા કરદાતા મામલે ગુજરાત બીજા સ્થાને છે.
30 સપ્ટેમ્બર 2024 મહિલા દ્વારા સુધી સૌથી વઘુ ઈન્કમટેક્સ ચૂકવવાને મામલે મહારાષ્ટ્ર 36.83 લાખ સાથે ટોચના, ઉત્તર પ્રદેશ 20.43 લાખ સાથે ત્રીજા, તામિલનાડુ 15.51 લાખ સાથે ચોથા સ્થાને છે. 2023-24માં સમગ્ર દેશમાં કુલ 2.29 કરોડ મહિલા કરદાતા છે.

Advertisement

સમગ્ર દેશમાં મહિલા કરદાતાની સંખ્યા 2019-20માં 1.83 કરોડ, 2020-21માં 1.82 કરોડ, 2021-22માં 1.94 કરોડ, 2022-23માં 2.10 કરોડ હતી. કોવિડના વર્ષ 2019-20માં ગુજરાતમાં 18.48 લાખ મહિલા કરદાતા હતી. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં મહિલા કરદાતાની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement