રાજકોટની રામકથામાં વીવીઆઈપી અને વીઆઈપી ભોજન ખંડ બંધ કરાશે
વીરપુર જલારામ મંદિરના ગાદીપતીની વિચારણાને અનુસરતા આયોજકો
વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાની પ્રેરણાથી રાજકોટ ખાતે આયોજિત વૈશ્વિક રામ કથા માનસ સદભાવન માં આવતીકાલથી વી. વી. આઈ. પી, વી. આઈ. પી ભોજન ખંડ બંધ કરી સૌ માટે સમાન વ્યવસ્થા જ રાખવામાં આવશે. વિરપુર જલારામ મંદિરના ગાદીપતિ શ્રી રઘુરામબાપાએ જણાવ્યું કે અહી રાજા અને રંક બંને સરખા છે તેથી બંને માટે સમાન ભોજન વ્યવસ્થા હોવી જોઈએ.
આ કારણે જ તાત્કાલિક અસરથી વી. વી. આઈ. પી, વી. આઈ. પી ભોજન ખંડ બંધ કરી દેવાશે. કથામાં હાજર રહેનાર સૌ માટે એક જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે.
કોઈ પણ પ્રકારની પંગત ભેદ વગર આબાલ, વૃદ્ધ સૌ સાથે, એક જ સ્થળે - એક જ સમયે હરિહર કરશે. રામ, રામકથાનો પ્રસાદ મળ્યો છે. દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ પૂ. જલારામ મંદિરના ગાદી પતિ શ્રી પૂ. રઘુરામ બાપાના આચરણમાંથી ત્વરિત પ્રેરણા લઈને રામકથાના નિમિત્ત આયોજકોએ આ ફેંસલો લીધો છે. કથામાં આયોજકો, દાતાઓ, શ્રેષ્ઠીઓ સહિત સૌ એક જ સાથે, એક જ સ્થળે - એક જ સમયે પગંત ભેદ વગર સાથે ભોજન પ્રસાદ લેશે.