રમશે ગુજરાત, જીતશે ગુજરાત, ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
રાજયભરમાં 71 લાખથી વધુ ખેલાડીઓ બતાવશે કાંડાનું કૌવત, 150 કલાકારોનું ધમાકેદાર પર્ફોર્મન્સ
ઐશ્ર્વર્યા મજમુદારનો લાઇવ સ્ટેજ શો સહિતના રંગારંગ કાર્યક્રમો
રાજકોટથી આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી ખેલ મહાકુંભ 3.0નો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતે ઐશ્ર્વરિયા મજનુદારનું લાઈવ પરર્ફોમન્સ તેમજ વિશ્ર્વકક્ષાના 150થી વધુ કલાકારોના સ્ટેજ પ્રોગ્રામ સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાયા હતાં.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટિક્સ ટ્રેકથી કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાના તૃતીય રમતોત્સવ માટે 71,30,834 રમતવીરોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું છે. જેમાં રાજકોટ જિલ્લામાં કૂલ 2,83,805 ખેલાડીઓએ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં કૂલ 94,533 ખેલાડીઓ તથા રાજકોટ ગ્રામ્યમાં કૂલ 1,89,272 ખેલાડીઓના રજીસ્ટ્રેશનનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં આર.જે. આભા ખેલાડીઓને વિવિધ ગેમ્સ રમાડશે તથા યુવા ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર ઉપસ્થિતોને પોતાના સૂરીલા કંઠના તાલે ડોલાવ્યા હતાં.
અત્રેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભવોના હસ્તે ખેલ મહાકુંભ 2.0 શ્રેષ્ઠ શાળા રોકડ-પુરસ્કાર વિતરણ અને ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ પ્રથમ, દ્વિતીય, અને તૃતીય જિલ્લાઓને સન્માનિત કરવામાં આવેલ. તેમજ ખેલ મહાકુંભ 2.0 પ્રથમ, દ્વિતીય, અને તૃતીય શ્રેષ્ઠ મહાનગરપાલિકાઓને પણ સન્માનિત અને પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
શ્રેષ્ઠ શાળાઓને પુરસ્કાર અંતર્ગત ખેલ મહાકુંભ 2.0ની ત્રણ શ્રેષ્ઠ શાળાઓની પસંદગી કરવામાં આવી છે જેમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવનારા શાળા ગજેરા વિદ્યાભવન સ્કુલ, કતારગામ, સુરતને રૂૂ.5.00 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ બીજો નંબર મેળવનારા શાળા એસ.આર. હાઈસ્કુલ, દેવગઢ બારીયા, દાહોદને રૂૂ. 3.00 લાખનું ઈનામ, રાજ્ય કક્ષાએ ત્રીજો નંબર મેળવનારા શાળા નોલેજ હાઈસ્કુલ, નડીયાદ, ખેડાને રૂૂ. 2.00 લાખના રોકડ પુરસ્કાર સ્વરૂૂપે અનુદાન આપી સન્માનીત કરવામાં આવશે. ખેલ મહાકુંભ 2.0ના શ્રેષ્ઠ જિલ્લામાં પ્રથમ સુરત, દ્વિતીય અમદાવાદ અને તૃતીય વડોદરાને સન્માનિત કરવામાં આવશે. ખેલ મહાકુંભ 2.0 શ્રેષ્ઠ મહાનગરપાલિકામાં પ્રથમ ખેડા, દ્વિતીય દાહોદ, અને તૃતીય બનાસકાંઠાને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ખેલાડીઓના સન્માન બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકોટ અને અમદાવાદના 150 કલાકારો દ્વારા 15 મિનિટનું ડાન્સ પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશ વંદમ, વંદે માતરમ, સુજલામ સુફલામ, ટીમ ઇન્ડિયા, સુલ્તાન, સહિતના સોંગ્સ ઉપર જબરદસ્ત પર્ફોર્મન્સ કરવામાં આવશે. સ્પેશ્યલ પર્ફોર્મન્સ તરીકે તૈયાર કરવામાં આવેલ ગીત ખેલ ખેલમે નું સ્પેશ્યલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જેમાં ખેલાડીઓ દ્વારા જીમ્નાસ્ટીક ડાન્સ, ચેટીંગ, ક્લાસીકલ, વોલીવોલ, પુલાઓ ગર્લ્સ, રોપ ડાન્સ, સ્કેટીંગ, કથ્થક, મલખંભ, યોગાનું અદભૂત કોમ્બીનેશન પ્રેઝન્ટ કરાયુ હતું.
રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા,કચ્છ, સુરેન્દ્રનગર,પોરબંદર સહિતના તમામ જિલ્લાઓની જિલ્લાકક્ષાની રમતગમત શાળા(ઉ.ક.જ.જ.) ના વિદ્યાર્થીઓને એસ.ટી. નિગમ દ્વારા ટ્રાન્સપોર્ટ માટે 130 થી વધુની બસોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં બસ કો-ઓર્ડીનેટર, બસ સહાયક, પોલીસ સ્ટાફ, બસ ડ્રાઇવરનો સ્ટાફ હાજર રહેશે તેમજ બસ દીઠ 8 પાણીના જગ, અલ્પાહાર કીટ, મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે. પાર્કીંગ વેન્યુ પર હેલ્પ ડેસ્ક, પીવાના પાણી, ટોઇલેટ, પબ્લીક એનાઉન્સર વગેરેની વ્યવસ્થા, મેડીકલની સુવિધા, ફાયર સેફટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થતા પરત થતા ખેલાડીઓને રાત્રિ ભોજન ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં થેપલા, સુકીભાજી, દહીં, મીઠાઇ, પાણીની બોટલની વ્યવસ્થા કરવામાં આવી છે. 100 જેટલા રાજયકક્ષાના રમત મંડળોના પ્રતિનિધિઓ તથા 30 જેટલા ડીસ્ટ્રીકટના રમત મંડળોના પ્રતિનિધિઓ ખેલ મહાકુંભના શુભારંભ સમારોહમાં હાજર રહ્યા હતાં.